પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા અને સાંસદસભ્ય રામભાઈ મોકરીયા એ દીપ પ્રાગટ્ય કરી માતાજીની આરાધના કરી: મોટી સંખ્યામાં બહેનોને ગરબા રમતી જોવી લ્હાવો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં માત્ર બહેનો માટેના એક માત્ર ગોપી રાસોત્સવનો પ્રથમ નોરતે ધમાકેદાર પ્રારંભ થયો છે. ડી.એચ. કોલેજનાં મેદાનમાં પ્રથમ નોરતે થી જ જમાવટ થઇ ગઈ હતી. નવરાત્રીના પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં લોકો બહેનોને ગરબે રમતી જોવા માટે ઉમટી પડ્યા હતા.
આ રાસોત્સવનું ઉદઘાટન પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા અને સાંસદ સભ્ય રામભાઈ મોકરીયા ના હસ્તે કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે જીતુભાઈ ભટ્ટ, સુરેશભાઇ પરમાર, પરેશભાઈ રાવલ (ડી.એચ. કોલેજ પ્રિન્સિપલ), તેજસભાઈ ભટ્ટી, સુધાબેન ભાયા વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.
બીજું નોરતું તા.23/09/25 ને મંગળવાર નાં ગોપિરાસ માં મુખ્ય મહેમાન તરીકે મહાનુભાવો હાજરી આપશે. રાઘવજીભાઈ પટેલ, જગદીશભાઈ ડોબરીયા, ડો.વલ્લભભાઈ કથીરિયા, નરેન્દ્રસિંહભાઈ જાડેજા, નાથાભાઈ કાલરીયા, હિરેનભાઇ કોટક, એમ. જે. સોલંકી, ઈશ્વરભાઈ પટેલ, ગોપાલભાઈ માંકડિયા, જીતુભાઈ બેનાણી, રમેશભાઈ જીવાણી, સરવાનંદભાઈ સોનવાણી, માતંગભાઈ કાનાણી, ઘનશ્યામભાઈ હેરભા, ગોપાલભાઈ સાપરિયા, રામભાઈ બરછા, ડો. સિદ્ધાર્થભાઈ પટેલ, અમીતભાઈ રોકડ, ડો. એમ. વી. વેકરીયા, જયસુખભાઈ ઘોડાસરા, અશ્વિનભાઈ આદ્રોજા, ભાવેશભાઈ લીંબાસિયા, રામજીભાઈ વેકરીયા, હિતેશભાઈ દોશી, દિગ્વિજયસિંહ જાડેજા, દિલીપભાઈ સોમૈયા, ઘનશ્યામભાઈ પરસાણા, રવિભાઈ રાત્રોજા, અપૂર્વભાઈ મણિયાર, વિજયભાઈ કારીયા, જીમ્મીભાઈ અડવાણી, રસિકભાઈ વડાલીયા, કમલભાઈ ધામી, જગદીશભાઈ બોધરા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
આ રાસોત્સવની સફળતા માટે ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, હરેશભાઈ લાખાણી, રાજેન્દ્રભાઈ શેઠ, કનૈયાલાલ ગજેરા, જયસુખભાઇ ડાભી, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, અલકાબેન કામદાર, ગીતાબેન હિરાણી, જ્સુમતીબેન વસાણી, જયશ્રીબેન મહેતા, અલકાબેન ધામેલિયા જહેમત ઉઠાવી રહ્યા છે.



