-સમગ્ર શહેર પાણી-પાણી: દિવાલ ધસી પડી
બંગાળની ખાડીમાં ઉદભવી રહેલી લો-પ્રેસર સિસ્ટમથી હવામાનપલ્ટાની આગાહી વચ્ચે બેંગ્લોરમાં ફરી ભારે વરસાદ ખાબકતા જળબંબાકારની હાલત સર્જાઈ હતી. દિવાલ ધસી પડવાની ઘટના બની હતી. અનેક વાહનોને નુકશાન થયું હતું. બેંગ્લોર હવામાન કચેરી દ્વારા ત્રણ દિવસ સુધી વરસાદ ચાલુ રહેવાની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહાનગરમાં ગઈ મોડી સાંજે એકાએક ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો.
- Advertisement -
અઢી ઈંચ જેટલો વરસાદ થવાનું જાહેર થયું છે અને તેને પગલે સમગ્ર શહેર પાણી-પાણી થઈ ગયુ હતું. જળબંબાકારની હાલતથી વાહનચાલકો- લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. જેસી રોડ, આરટી નગર, વાઈટફીલ્ડ, એરપોર્ટ રોડ, ઈન્દ્રનગર સહિતના વિસ્તારોની હાલત ખરાબ થઈ હતી. અંડરપાસ પણ પાણીથી છલકાયા હતા.
શહેરના મેજેસ્ટીક બસ સ્ટેશન નજીક ભારે વરસાદને કારણે દિવાલ ધસી પડી હતી અને ત્યાં પાર્ક થયેલી સંખ્યાબંધ કાર સહિતના વાહનોને નુકશાન થયુ હતું. સમગ્ર શહેર પાણી-પાણીની હાલતમાં હોવાથી ટ્રાફિક તથા જીવન વ્યવહાર અસ્તવ્યસ્ત થયો હતો.
- Advertisement -