ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.4
સમગ્ર ભારતમાં હાલ ગરમીનો પારો સતત વધી રહ્યો છે, તો ક્યાંક ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધુ છે. હાલમાં ઉત્તર ભારતમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે, તો દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. કેરળમાં ચોમાસું બેસતાં જ તમિલનાડુ અને કર્ણાટકના ઘણા રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. તો કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં રેકોર્ડ બ્રેક વરસાદ નોંધાયો છે.
બેંગલુરુમાં માત્ર 24 કલાકમાં 111.1 મિલિમાટર વરસાદ
- Advertisement -
ઈંખઉ ના જણાવ્યા પ્રમાણે, બેંગલુરુમાં વરસાદે છેલ્લા 133 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. કેરળમાંથી ચોમાસું આગળ વધતાં જ બેંગલુરુમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. બેંગલુરુમાં માત્ર 24 કલાકમાં 111.1 મિલિમાટર વરસાદ થતા પરિસ્થિતિ અતિ ખરાબ બની છે.
દક્ષિણ ભારતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો છે. બેંગલુરુ સિવાય બીજાપુરમાં 72.4 મીમી, બલરામપુરમાં 31.4 મીમી અને રાયગઢમાં 31.9 મીમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત નારાયણપુર, દંતેવાડા, મહાસમુંદ, રાયગઢ અને જશપુરના ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આગામી 13 જૂન સુધીમાં ચોમાસું છત્તીસગઢ પહોંચે તેવી શક્યતા છે. જ્યારે 15મીએ ચોમાસું મધ્યપ્રદેશમાં દસ્તક આપે તેવી શક્યતા બતાવવામાં આવી છે. હવામાન વિભાગનું કહેવું છે કે, આગામી પાંચ દિવસ સુધી ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થવાની સંભાવના રહેલી છે.