રાજકોટ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા ઘેલા સોમનાથમાં યોજાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા પવિત્ર યાત્રાધામ એવા ઘેલા સોમનાથમાં યોજાઈ હતી જેમાં આઠથી વધુ દરખાસ્તોને બહાલી આપવામાં આવી હતી. આગામી ત્રણ-ચાર મહિનામાં પંચાયતોની ચૂંટણી યોજાવાની છે. તે પૂર્વે આજની ખાસ સામાન્ય સભા ઘેરા સોમનાથમાં યોજવામાં આવી હતી.
ઉપલેટા તાલૂકા પંચાયત કચેરીને ડો.બી.આર.આંબેડકરનું નામ આપવાની દરખાસ્તને મંજુરી આપીને સરકારની મંજુરી માટે મોકલવાનું નકકી કરાયુ હતું. આ ઉપરાંત સ્વચ્છોત્સવ અંતર્ગત ગ્રામથી માંડીને તાલુકા સુધી અભિયાન ચલાવવાનું થકી કરાયુ હતું. જીલ્લા પંચાયતમાં પાન-માવા ધુમ્રપાનના સેવન તથા થૂંકવા પર પ્રતિબંધ ફરમાવતો ઠરાવ કરવામાં આવ્યો હતો. કચેરી કે સંકુલમાં નિયમભંગ બદલ દંડની જોગવાઈ કરવામાં આવી હતી. જીલ્લા પંચાયતનાં કર્મચારીનું અવસાન થાય તો સ્વભંડોળની સહાય 50 હજારથી વધારીને એક લાખ કરવાનું નકકી કરાયું હતું.આ ઉપરાંત કેન્દ્ર સરકારે જીએસટી હેઠળ આપેલી વિવિધ રાહતો તથા સ્વદેશી ચળવળ અને વિકાસ સપ્તાહ અંગે અભિનંદન આપતા ઠરાવ પસાર કરાયા હતા. શ્રેષ્ઠ ગ્રામ પંચાયતને એવોર્ડ અપાયા હતા.સામાન્ય સભામાં પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, ઉપપ્રમુખ રાજુભાઈ ડાંગર, કારોબારી ચેરમેન પી.જી.કિયાડા, જીલ્લા વિકાસ અધિકારી આનંદુ સુરેશ ગોવિંદ ઉપરાંત સભ્યો અધિકારીઓ હાજર હતા