નવરાત્રિને લઇને સીએમ યોગીના કડક દિશા નિર્દેશો
રસ્તા ખોદીને મંડપ ન બનાવવાની પણ સૂચના
- Advertisement -
આગામી તહેવારોમાં કોઇ અપ્રિય ઘટના ન બને તેના માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોલીસ અધિકારીઓને 24 કલાક એલર્ટ રહેવા નિર્દેશ કર્યો છે તો પૂજા-પંડાલોમાં કૂહડ અને કાન ફાડી નાખતા ગીત ને નૃત્ય પર નજર રાખવા કડક આદેશ આપ્યો છે. યોગીએ જણાવ્યું હતું કે નવરાત્રિ, દશેરા, દિવાળી અને છઠ્ઠ પૂજા દરમિયાન શાંતિ વ્યવસ્થા જાળવી રાખવા સુરક્ષાનો પ્રબંધ કરવામાં આવે. યોગીએ વીડિયો કોન્ફરન્સીંગથી કાનૂન અને વ્યવસ્થાને લઇને પ્રયાસોની સમીક્ષા કરી હતી.
યોગીએ બધા ડીએમ અને એસપીને નિર્દેશ આપ્યો છે કે આગામી દિવસોમાં બધી દુર્ગાપૂજા સમિતિઓ સાથે પોલીસ સ્ટેશનમાં જિલ્લા સ્તરે સંવાદ કરવામાં આવી સીએમે ખાસ જણાવ્યું હતું કે રસ્તા પર ખાડા ખોદીને પંડાલ ન બનાવવામાં આવે. પ્રતિમાની ઉંચાઇ નિશ્ચિત સીમાથી વધુ ન હોય, પરિસરમાં કોઇ એવું કૃત્ય ન થાય જેથી કોઇની આસ્થાને હાની પહોંચે, ક્યાંય પણ કાનના પરદા ફાટી જાય તેવું ગીત-સંગીત ન વગાડવામાં આવે પ્રતિમા વિસર્જનો રૂટ પહેલાથી નક્કી હોવો જોઇએ.