માર્ચથી શૃંગાર આરતીને સમય 6 વાગ્યાનો થયો છે
બપોરે 11.50 વાગ્યા સુધી રામલલ્લાના દર્શન કરી શકાશે
- Advertisement -
પ્રયાગરાજમાં મહાકુંભના સમાપન બાદ રામનગરીમાં ભીડની સ્થિતિ ધીરે ધીરે સામાન્ય થઈ રહી છે. આ કારણે દોઢ મહિના બાદ રામલીલાના દર્શનાર્થીઓની સંખ્યા એક લાખથી નીચે 94 હજાર પહોંચી ગઈ છે. તીર્થક્ષેત્ર તરફથી જાહેર રિપોર્ટમાં શનિવારે દર્શનાર્થીઓની કુલ સંખ્યા 94 હજાર દર્શાવાઈ છે. આ દરમિયાન તીર્થક્ષેત્ર તરફથી રામલલ્લાના દર્શનના સમયગાળામાં ફેરફારની હજુ કોઈ અધિકૃત જાહેર નથી થઈ.
આ સાથે જ સુરક્ષાના નિર્ધારિત ધોરણોનું પાલન બીજી વાર શરૂ થયું છે. દર્શનાર્થીઓના મોબાઈલની સાથે સામાનોને પણ લઈ જવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેના કારણે શ્રીરામ જન્મભૂમિ પરિસરમાં આવેલ પીએફસીમાં લોકર સેવા બહાલ કરી દેવાઈ છે. પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન મોની અમાસ પર્વ પહેલા ઉમટેલી ભીડને જોતા લોકલ સેવા બંધ કરી દેવાઈ હતી. દર્શનાર્થીઓને તેમના મોબાઈલને પણ લઈ જવાનો નિર્દેશ અપાયો હતો.
આ દરમિયાન બેગેજ સ્કેનરમાં સામાનોની સામાન્ય તપાસ જ થતી હતી. હાલ શનિવારથી બધા પ્રતિબંધ ફરીથી લાગુ કરી દેવાયા છે. બીજી બાજુ ત્રણ માર્ચથી શૃંગાર આરતીને સમય 6 વાગ્યાનો થયો છે અને બપોરે 11.50 વાગ્યા સુધી દર્શન ચાલુ રહેશે.