સિદ્ધાર્થ રાઠોડ
પ્રસ્થાન:
ભગવાન શિવ પર તો અઢળક સર્જન થયું છે અને થતું રહેશે પછી તે ફિલ્મો હોય, નવલકથાઓ હોય કે ગીતો હોય. ઘણા બધા ગીતો, ભજનો તેમની પર રચાઈ ગયા છે. સંસ્કૃત, ગુજરાતી, હિન્દી કે બીજી કોઈ ભારતીય ભાષામાં તે મળી આવશે. આજે વાત કરવી છે એક એવા અદભુત અને ઓફબીટ ગીતની કે જેને એટલો પ્રેમ અને પ્રતિષ્ઠા મળ્યા નથી કે જેને તે લાયક છે. 1967માં આવેલી સુનીલ દત્ત અને નૂતનને મુખ્ય કિરદારોમાં ચમકાવતી ફિલ્મ ’ મિલન ’ માં સુપરહિટ જોડી લક્ષ્મીકાંત પ્યારેલાલે સંગીત આપેલું અને ગીતકાર આનંદ બક્ષી માટે તે ફિલ્મ સીમાચિહ્નરૂપ સાબિત થઈ. હવે ગીતના શબ્દો પર ધ્યાન દઈએ તો તેનુ મુખડું આમ છે:
- Advertisement -
હવે અહી શબ્દો પરથી ગર્ભિત અર્થ તો એવો નીકળે જ કે અહી મહાદેવની વાત થઈ રહી છે. પાર્વતીજીના એક અન્ય નામ ગોરી દ્વારા ગીતકાર કેવું પરોક્ષપણે સૂચવે છે તે તેની આવડત દર્શાવે છે. ગીત સંવાદના સ્વરૂપે છે તો પુરુષ બીજી સ્ત્રીને કટાક્ષમાં કહેતો હોય એવું પ્રતીત થાય. જાણે શિવ પાર્વતી સાથે વાત કરતા હોય અને પોતાને જ હાથે કરીને કોસતા હોય!
મહાદેવની વાત જ અનોખી છે. સૌમ્ય હોય ત્યારે ગમે તેવા દુર્દાંત અસુરોને પણ વરદાન આપી દે, હળાહળ વિષ કંઠમાં ઉતારી લે પણ જ્યારે તેમની ત્રીજી આંખ ખૂલે ત્યારે બધું બાળીને ભસ્મ કરી દે, તાંડવ કરે ત્યારે સૃષ્ટિનો વિનાશ કરી દે. તેમને મધ્યમમાર્ગ નથી. એક તરફ સૌમ્યતા ની મૂર્તિ તરીકે તેઓ અદિયોગી છે તો ક્રોધ કતે ત્યારે મહારુદ્ર બની જાય છે. મહાદેવ પોતાને કટાક્ષમાં બહેરૂપિયો કદી દે છે ત્યારે પાર્વતી શું જવાબ આપે છે?
આધ્યાત્મિક સ્પર્શ ધરાવતી આ પંક્તિમાં જીવને શિવ બનાવવા તરફ પણ ઇંગીત છે. વળી બક્ષીની સિગ્નેચર સ્ટાઈલ જેવા સરળ શબ્દો છે જે આપણે રોજબરોજન જીવનમાં બોલીએ છીએ. શિવ પોતાના પર ભિખારી કહીને કટાક્ષ કરે તો પાર્વતી મોક્ષની વાત કરીને આખી વાતને સુંદર વળાંક આપી દે છે.
- Advertisement -
આખા ગીતની મજા એ છે કે મહાદેવ, શિવ કે શંકર એવા નામ લીધા વગર જ એમની આરાધના કરી છે અને એ પણ ટિપિકલ ભક્તિભાવથી નહિ પણ સાવ સરળતા અને નિખાલસતા સાથે. છેલ્લે છેલ્લે પાર્વતી શિવ સાથેના તેમના કાળજયી પ્રેમની પણ વાત કરી છે કે જેની સાથે કોઈ પણ પ્રેમીઓ રિલેટ કરી શકે. દૃષ્ટાંત પણ અદભુત એવું દીવા અને વાટનું આપ્યું છે કે જેનો સીધો સબંધ મંદિર સાથે છે. ગાયકીની વાત કરીએ તો હંમેશા ગંભીર ગીતો ગાવા માટે પંકાયેલા મુકેશે આ ગીત પોતાની શૈલીથી વિરુદ્ધ જઈને રમતિયાળ ઢબે ગાયું છે અને લતાની જો પોતાની વર્સેટલિટી માટે પ્રખ્યાત છે જ. લક્ષ્મીકાંત પ્યારેલાલે લોકસંગીતની છાંટ આપીને આ ગીતને અમર બનાવ્યું છે તેમજ સુનીલ દત્ત અને દક્ષિણની અભિનેત્રી જમુના પર ફિલ્માવાયેલું આ ગીત ભપકાદાર રંગો સાથે વિઝ્યુઅલી પણ જોરદાર છે. આવા ગીતોને વધુ ખ્યાતિ મળવી જોઈએ તો આ શ્રાવણ મહિનામાં આ ગીત વધુ લોકપ્રિય બને એવી આશા રાખીએ.
બોલો મહાદેવ હર!
પૂર્ણાહુતિ: