ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.15
જૂનાગઢના ઉદ્યોગ સુરક્ષા જૂથ દ્વારા નજીકના બલિયાવડ ગામને દત્તક લેવામાં આવ્યું છે. સરકારી ’ગામ દત્તક યોજના’ હેઠળ, આ પહેલનો હેતુ ગામના યુવાનોને કારકિર્દી અને આરોગ્ય વિશે માર્ગદર્શન આપવાનો છે. આ ઉપરાંત, ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવવા અને તબીબી તપાસ શિબિરનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ પહેલ અંગે ડીવાયએસપી અશ્વિનસિંહ પઢિયારે જણાવ્યું હતું કે, જૂનાગઢ ઉદ્યોગ સુરક્ષા જૂથ અને આયુષ હોસ્પિટલના સહયોગથી ડોકટરોની ટીમે બલિયાવડ ગામમાં એક તબીબી તપાસ શિબિરનું આયોજન કર્યું હતું, જેમાં 325 થી વધુ લોકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. ભવિષ્યમાં, યુવાનોને નોકરી માટે તૈયાર કરવા માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર અને રાષ્ટ્રીય ભાવના કેળવવા માટે સેમિનારનું પણ આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ડીવાયએસપી અશ્વિનસિંહ પઢિયાર, ઉદ્યોગ સુરક્ષા જૂથ ગ્રુપ, પીઆઈ એબી નંદાણીયા અને યુ.એસ. મણવર, પીએસઆઈ એલ.બી. ચાવડા અને મહેન્દ્રસિંહ ઝાલા સહિતના અન્ય પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ પગલું સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટેનું એક પ્રેરક ઉદાહરણ પૂરું પાડે છે.
જૂનાગઢ પોલીસ અને ઉદ્યોગ સુરક્ષા જૂથ દ્વારા બલિયાવડ ગામ દત્તક લેવાયું



