Commonwealth Games 2022 માં ભારતની સાક્ષી મલિકે મહિલા રેસલિંગમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. બજરંગ પુનિયા બાદ આ ભારતનો આઠમો ગોલ્ડ મેડલ છે.
સાક્ષી મલિકે જીત્યો ગોલ્ડ
- Advertisement -
ભારતની સાક્ષી મલિકે મહિલા ફ્રી સ્ટાઇલ 62 કિગ્રા વજન વર્ગની ફાઇનલમાં કેનેડાની અના ગોડિનેઝ ગોન્ઝાલેઝને હરાવી કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. બજરંગ પૂનીયાનાં ગોલ્ડ બાદ આ ભારત માટે આઠમો ગોલ્ડ મેડલ હતો.
India's Sakshi Malik beats Ana Godinez Gonzalez of Canada in the women's freestyle 62 Kg weight category final to clinch the gold in the #CommonwealthGames2022
It was a victory by fall for Sakshi Malik and the eighth gold medal for India
— ANI (@ANI) August 5, 2022
- Advertisement -
અગાઉ ભારતના દિગ્ગજ પહેલવાન બજરંગ પુનિયાએ પુરુષોના 62 કિલોગ્રામ ભારવર્ગમાં શુક્રવારના રોજ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. બજરંગે ફાઈનલમાં કેનેડાના લાચનાલ મેક્નિલને 9-2થી માત આપીને ગોલ્ડ પોતાના નામે કર્યો હતો.
भारतीय पहलवान बजरंग पुनिया ने पुरुष फ्रीस्टाइल 65 किलोग्राम भार वर्ग के फाइनल में कनाडा के मैकनील लाचलन को हराकर स्वर्ण पदक जीता। यह #CommonwealthGames2022 में भारत का अब तक का सातवां स्वर्ण पदक है। pic.twitter.com/pbfRK11nWW
— ANI_HindiNews (@AHindinews) August 5, 2022
સેમિફાઇનલમાં ભારે લીડથી સાક્ષી મલિક પણ પોતાની મેચ જીતવામાં સફળ રહી હતી. આ જીત સાથે સાક્ષી મલિકે ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. તેણીએ 62 કિગ્રા વર્ગની સેમી ફાઇનલમાં કેમરૂનની બર્થ એમિલીનને 10-0થી હરાવી હતી. આ રીતે ભારતીય કુસ્તીબાજોએ કોમનવેલ્થ ગેમ્સ 2022માં અત્યાર સુધીમાં 4 મેડલ કન્ફર્મ કર્યા છે.