જૂનાગઢ બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજની એનસીસી નેવલ ટીમે તાજેતરમાં એકેડેમિક અને ફિઝિકલ બંને ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને કોલેજનું ગૌરવ વધાર્યું છે. કોલેજના એનસીસી નેવલના 13 કેડેટ્સે સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ ખાતે આયોજિત સીએટીસી કેમ્પમાં સફળતાપૂર્વક ભાગ લીધો હતો. કેમ્પ દરમિયાન કેડેટ્સને શીપ મોડેલિંગ, ફાયરફાઇટરની ઉપયોગિતા, યોગા પ્રેક્ટિસ, પરેડ, ફિઝિકલ ફિટનેસ, અનુશાસન, નેવલના વિષયો, કરાટેની તાલીમ (આત્મરક્ષા માટે), એઆઈના ઉપયોગ અને ચેતવણી, ફાયરીંગ અને સ્વિમિંગ જેવી જીવન ઉપયોગી વિવિધ પ્રકારની સઘન તાલીમ આપવામાં આવી હતી. આ સઘન તાલીમ બાદ કેડેટ્સે સ્પર્ધાઓમાં પણ ઝળહળતું પ્રદર્શન કર્યું હતું. સમગ્ર કેમ્પમાં બહાઉદ્દીન કોલેજે પ્રથમ ક્રમાંક મેળવીને બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટનો સર્વશ્રેષ્ઠ એવોર્ડ જીત્યો હતો. કોલેજના ગઈઈ ઓફિસર ડો. દિના હરેશ લોઢીયાને બેસ્ટ એસોસિયેટ એનસીસી ઓફિસર તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. કોલેજ માટે સૌથી ગૌરવની બાબત એ છે કે કેડેટ રાઠોડ ટ્વીંકલની સ્વિમિંગમાં રાષ્ટ્રીય સ્તરે પસંદગી થઈ છે. રસ્સા ખેંચ સ્પર્ધા કોલેજને પ્રથમ ક્રમાંક તથા સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ કોલેજને પ્રથમ ક્રમાંક સાથે નિબંધ સ્પર્ધામાં કેડેટ ભેટારિયા ડોલીએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. જયારે કેડેટ જોગડિયા શીતલ અને સોલંકી પ્રિયાએ પાણીમાં કાર્યરત થઈ શકે તેવું શિપનું મોડેલ બનાવીને પોતાની સર્જનાત્મકતા પુરવાર કરી હતી. કેડેટ્સની આ સિદ્ધિ બદલ કોલેજના પ્રિન્સિપાલ ડો. જે. આર. વાંજાએ તમામ કેડેટ્સને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
બહાઉદ્દીન કોલેજના NCC નેવલના CATC કેમ્પમાં બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટનો એવોર્ડ જીત્યો

Follow US
Find US on Social Medias


