મેં.ભાવનગર રેન્જનાં નાં.પો.મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌર સાહેબ તથા મહુવા ડિવિઝનના ના.પો.અધિ.આર.એચ.
જાડેજા સા.નાઓએ પ્રોહિ/જુગારની બદીને દુર કરવાં સુચના આપેલ જે અનુસંધાને બગદાણા પોલીસ સ્ટેશનનાં પો.સબ.ઇન્સ.સી.એચ.મકવાણા સાહેબનાં માર્ગદર્શન હેઠળ હોળી ધુળેટી તહેવાર નિમિત્તે બગદાણા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતાં એ સમય દરમ્યાન બાતમી રાહે હકીકત મળેલ કે કળમોદર ગામે જવાનાં રોડે બગદાણા ગામની પાટી તરીકે ઓળખાતી સીમમાં ખુલ્લી જગ્યામાં અમુક ઇસમો ગંજીપત્તાનાં પાના તથા પૈસા વતી હારજીતનો જુગાર રમે છે તે હકીકત આધારે રેડ કરતાં નીચે મુજબનાં નામ સરનામા વાળાં ઇસમોને ઝડપી પાડેલ…
(૧) કિશોરભાઇ જસમતભાઇ ગોહિલ રહે.બગદાણા ગામ વાડી વિસ્તાર તા.મહુવા.જી.ભાવનગર…
- Advertisement -
(૨) દામજીભાઇ નાજાભાઇ બાંભણિયા રહે. કળમોદર તા.મહુવા જી.ભાવનગર…
(૩) ભોળાભાઇ ઓધડભાઇ ભાલીયા રહે. બગદાણા તા.મહુવા જી.ભાવનગર…
(૪) મુકેશભાઇ પોપટભાઇ ગોહિલ રહે.બગદાણા ગામ વાડી વિસ્તાર તા.મહુવા જી.ભાવનગર…
- Advertisement -
(૫) શંભુભાઇ રસાભાઇ શિયાળ રહે બગદાણા ગામ તા.મહુવા જી.ભાવનગર…
(૬) ગીરધરભાઇ નાગજીભાઇ ચૌહાણ રહે બગદાણા ગામ તા.મહુવા જી.ભાવનગર…
ઉપરોક્ત તમામ ૦૬.એ ઇસમને ગંજીપત્તાના પાના નંગ ૫૨ તથા રોકડ રકમ કિંમત રૂ. ૩૬,૨૨૦/- નાં મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ શકુનીઓ વિરૂધ્ધ જુગારધારા કલમ ૧૨-મુજબ ગુનો રજીસ્ટર કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ…
આ સમગ્ર કામગીરીમાં બગદાણા પોલીસ સ્ટેશનનાં પો.સબ.ઇન્સ.શ્રી.સી.એચ.
મકવાણા સાહેબ નાં માર્ગદર્શન હેઠળ બગદાણા પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ.એ.ટી.સંગાથ તથા પો.કો.કિશોરભાઇ ઓધડભાઇ તથા પો.કો.જગદીશભાઇ હમીરભાઇ તથા પો.કો.મહેન્દ્રસિંહ રૂપસિંહ સરવૈયા તથા પો.કો.ભાવિકકુમાર જગદીશભાઇ તથા પો.કો.યુવરાજસિંહ સહદેવસિંહ તથા વિગેરે પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ જોડાયો હતો…..