-‘પઠાન’ અને ‘જવાન’ ફિલ્મ ઉદ્યોગની એક વર્ષમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મો
‘પઠાન’ બાદ શાહરુખખાનની ‘જવાન’ ફિલ્મ પણ 100 કરોડથી વધુની કમાણી કરતા વર્ષમાં 1000 કરોડથી વધુની કમાણી કરનાર બે ફિલ્મો આપનાર શાહરુખખાન ભારતીય ફિલ્મ ઉદ્યોગનો પહેલો એકટર બન્યો છે.
- Advertisement -
‘પઠાન’ બાદ અબજોની કમાણી કરનાર ‘જવાન’ માત્ર સુપરહીટ ફિલ્મ નથી બલકે બોકસ ઓફિસ પર સુનામી પણ છે. ફિલ્મે ખૂબ ટુંકાગાળામાં એક હજાર કરોડથી વધુની કમાણી કરીને ધુમ મચાવી દીધી છે. તેણે માત્ર સાઉથમાં હિન્દી સિનેમા માટે દ્વાર નથી ખોલ્યા. બલકે નોર્થ ઈન્ડીયન બોકસ ઓફિસ પર પણ શાનદાર દેખાવ કર્યો છે.
‘જવાને’ ‘પઠાન’ અને ત્યાં સુધી કે લેટેસ્ટ ફિલ્મ ‘ગદર-2’ને પાછળ રાખી દીધી છે. ‘જવાન’ની ભવ્ય સફળતાથી શાહરુખખાનની ગ્લોબલ પોઝીશન વધુ મજબૂત થઈ છે. ‘જવાન’ માત્ર ટિકીટબારી પર સફળ જ નહીં બલકે મનોરંજન સાથે મેસેજ આપનારી ફિલ્મ પણ રહી છે. આ ફિલ્મથી લોકો સિનેમાહોલમાં ફિલ્મ જોવા આકર્ષિત થયા. એટલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં રિલીઝ થઈ છે.