-બેડમિન્ટન ખેલાડી મંજૂષા કંવરને લાઈફ ટાઈમ અચીવમેન્ટ ધ્યાનચંદ પુરસ્કાર અપાશે
-ક્રિકેટર શામી, તિરંદાજ શીતલ દેવી સહિતના 26 ખેલાડીઓ અર્જુન એવોર્ડથી સન્માનીત થશે
- Advertisement -
ભારતની સ્ટાર બેડમિન્ટન જોડી સાત્વિક સાઈરાજ રાંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીને વર્ષ 2023 માટે મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કારથી સન્માનીત કરવામાં આવશે, જયારે વનડે વિશ્વકપમાં શાનદાર પ્રદર્શન કરનાર ક્રિકેટર મોહમ્મદ શામી અને પેરા એશિયાઈ રમતોમાં ચેમ્પીયન તિરંદાજ શીતલદેવી સહિત 26 ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માનીત કરવામાં આવશે.
આ પુરસ્કાર રાષ્ટ્રપતિ ભવનમાં 9 જાન્યુઆરીએ આયોજીત એક ખાસ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે એનાયત કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના સેવા નિવૃત ન્યાયાધીશ એ.એમ.ખાનવિલકરની અધ્યક્ષતાવાળી સમીતીએ જે નામોની ભલામણ કરી હતી તેના આધારે ભારતની નંબર વન બેડ મિન્ટર પુરુષ જોડી ટીમ ચિરાગ અને સાત્વિકને સર્વોચ્ચ ખેલ સન્માન ખેલરત્ન આપવાનો નિર્ણય કરાયો હતો.
મૌલાના અબ્દુલ કલામ આઝાદ ટ્રોફી 2023: આ પુરસ્કાર વિજેતાઓમાં ગુરુનાનક દેવ યુનિવર્સિટી- અમૃતસર, ઓવરઓલ વિજેતા, લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી- પંજાબ- પ્રથમ ઉપવિજેતા, કુરુક્ષેત્ર યુનિવર્સિટી- દ્વિતીય ઉપવિજેતા થયા છે.
- Advertisement -
દ્રોણાચાર્ય પુરસ્કાર (આજીવન વર્ગ): આ પુરસ્કાર વિજેતાઓમાં ગોલ્ફ જસકીરજસિંહ ગ્રેવાલ, કબડ્ડી- ભાસ્કરન ઈ, ટેબલ ટેનીસ- જયંતકુમાર પુશીલાલનો સમાવેશ થાય છે.
ધ્યાનચંદ જીવન પર્યંત પુરસ્કાર: આ પુરસ્કાર વિજેતાઓમાં બેડમીન્ટન- મંજુષા કંવર, કબડ્ડી- કવિતા સેલ્વરાજ, હોકી- વિનીતકુમાર શર્માનો સમાવેશ થાય છે.
દ્રોણાચાર્ય પુરસ્કાર: આ પુરસ્કાર વિજેતાઓમાં મલખંતી- ગણેશ પ્રભાકરન, પેરા એથ્લેટીકસ- મહાવીર સેની, કુશ્તી- લલિતકુમાર, ચેસ- આર.બી.રમેશ, હોકી- શિવેન્દ્રસિંહનો સમાવેશ થાય છે.
અર્જુન પુરસ્કાર વિજેતા ખેલાડીઓ
અર્જુન પુરસ્કાર વિજેતા ખેલાડીઓમાં મોહમ્મદ શામી- ક્રિકેટ, શીતલદેવી- પેરા તીરંદાજી, અજય રેડી- દ્દષ્ટિહિન ક્રિકેટ- અજય રેડ્ડી- તિરંદાજી- ઓજસ પ્રવિણ દેવતાલે, અદિતી ગોપીચંદ સ્વામી, એથ્લેટીકસ- પારુલ ચૌધરી અને મુરલી શંકર, બોકસીંગ- મોહમ્મદ હુસામુદીન, ચેસ- આર.વૈશાલી, ઘોડેસવારી- દિવ્યકૃતસિંહ અને અનુષ અગ્રવાલ, ગોલ્ફ- દીક્ષા ડાંગર, હોકી- કૃષ્ણ બહાદુર પાઠક અને સુશીલા ચાનુ, લોન બોલ- પિન્કી, નિશાનબાજી- ઐશ્વર્ય પ્રતાપસિંહ તોમર અને ઈશા સિંહ, કુશ્તી- અંતિમ પંઘાલ અને સુનીલકુમાર, ટેબલ ટેનિસ- અમહિકા મુખર્જી, કબડ્ડી- પવનકુમાર અને રિતુ નંગી, ખોખો- નસરીન, સ્કવોશ- હરિંદરપાલસિંહ સંધુ, પેરા કેનાઈંગ- પ્રાચી યાદવનો સમાવેશ થાય છે.