ખાસ-ખબર સંવાદદાતા
અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મ ’બચ્ચન પાંડે’ 18 માર્ચે હોળીના તહેવાર પર થિયેટરમાં રિલીઝ થવાની છે. હવે એવી વાત સામે આવી રહી છે કે આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર જ રિલીઝ થવાની હતી અને મસમોટી રકમમાં ડીલ ફાઇનલ પણ થઈ ગઈ હતી. જોકે, પછી ફિલ્મના પ્રોડ્યૂસર સાજિદ નડિયાદવાલાએ ફિલ્મને થિયેટર્સમાં રિલીઝ કરવાનો નિર્ણય લીધો હતો.રિપોર્ટ પ્રમાણે, ડિજિટલ પ્લેટફોર્મે મેકર્સને ’બચ્ચન પાંડે’ માટે 175 કરોડની ઑફર કરી હતી. મેકર્સ તૈયાર પણ થઈ ગયા હતા. ફિલ્મ 18 માર્ચે ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થવાની હતી. અક્ષય કુમારની ’લક્ષ્મી’ તથા ’અતરંગી રે’ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ ચૂકી છે.
મેકર્સ પહેલાં માન્યા પણ છેલ્લી ઘડીએ નિર્ણય બદલ્યો
આ ફિલ્મ્સને સારા વ્યૂઝ મળ્યા હતા.સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ડીલ લગભગ પૂરી થઈ ગઈ હતી, પરંતુ સાજિદે પોતાના પ્રાઇવેટ થિયેટરમાં ફિલ્મનો પ્રોમો જોયો તો તેમને લાગ્યું કે જો આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ ના થઈ તો આ ફિલ્મ સાથે અન્યાય હશે. તેમણે અક્ષય તથા ટીમના અન્ય મેમ્બર્સ સાથે વાત કરી અને પછી તમામ થિયેટર રિલીઝ માટે તૈયાર થઈ ગયા.
- Advertisement -
અક્ષય કુમારે વધુ એક ઘર ખરીદ્યુ
આ ઘર મુંબઈમાં છે,તે ફ્લેટની કિંમત 7.8 કરોડ દીધી
અક્ષય કુમારે 21મી વેડિંગ એનિવર્સરીના 10 દિવસ પહેલાં જ ફ્લેટ લીધોઅક્ષય કુમારે હાલમાં જ રાજસ્થાનના રણથંભોરમાં વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. એક્ટરે તાજેતરમાં જ મુંબઈમાં ઘર ખરીદ્યું છે. અક્ષય કુમારે નવો ફ્લેટ 7.84 કરોડમાં ખરીદ્યો છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અક્ષય કુમારે 19 માળની બિલ્ડિંગમાં ટોપ ફ્લોર પર ફ્લેટ લીધો છે. અક્ષય કુમારે મુંબઈના ખાર વેસ્ટમાં આવેલી જોય લિજેન્ડમાં નવો ફ્લેટ ખરીદ્યો છે. અક્ષય કુમારે સાત જાન્યુઆરીના રોજ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.
21મી વેડિંગ એનિવર્સરીના 10 દિવસ પહેલાં અક્ષય કુમારે આ ફ્લેટ ખરીદ્યો હતો. આ ફ્લેટ 1878 સ્કેવર ફુટમાં ફેલાયેલો છે. અક્ષય-ટ્વિંકલની 21મી વેડિંગ એનિવર્સરી 17 જાન્યુઆરીના રોજ હતી.અક્ષય કુમાર મુંબઈના જુહૂમાં સી-ફેસિંગ ડુપ્લેક્સમાં રહે છે. ઘરને ટ્વિંકલ ખન્નાએ જાતે ડેકોરેટ કર્યું છે.અક્ષય કુમારનો ગોવામાં પણ વીલા છે. અક્ષય કુમાર અહીંયા પરિવાર સાથે વેકેશન મનાવવા આવતો હોય છે. આ વીલાની કિંમત અંદાજે પાંચ કરોડની હોવાનુ માનવામાં આવે છે.અક્ષય કુમારે 2017માં મુંબઈના અંધેરી રોડ પર આવેલી બિલ્ડિંગ ટ્રાન્સકોન ટ્રાયમ્ફ ટાવરના 38મા માળે ચાર ફ્લેટ ખરીદ્યા હતા. એક ફ્લેટની કિંમત 4.5 કરોડ રૂપિયા છે, ચાર ફ્લેટની કિંમત 18 કરોડ રૂપિયા થાય છે.
- Advertisement -
મોરેશિયસમાં પણ બંગલો
ભારત ઉપરાંત અક્ષય કુમારે મોરેશિયસમાં પણ પોતાનું ઘર ખરીદ્યું છે. અક્ષય કુમાર ઘણીવાર મોરેશિયસ વેકેશન મનાવવા જાય છે અને ત્યારે પોતાના આલિશાન ઘરમાં રોકાય છે.
ટોરેન્ટોમાં પણ ઘર
અક્ષય કુમાર કેનેડિયન નાગરિક છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, અક્ષયે ટોરેન્ટોમાં કેટલાંક ફ્લેટ્સ ખરીદેલા છે.


