બાબરા પોલીસ દ્વારા આજરોજ ટ્રાફિક ટ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાબરા પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન. ગોહિલ સાહેબ અને બાબરા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.વી. પંડ્યા સાહેબ અને બાબરા ટ્રાફિક બ્રિગેડના જવાનોને સાથે રાખી અને પોલીસ દ્વારા ફુટ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યો હતુ શહેરમાં તૂટી ગયેલી નંબર પ્લેટ વાળા અને વાળી દીધેલ નંબર પ્લેટવાળા અને ફેન્સી નંબર પ્લેટવાળા વાહનોને પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા હતા અને માસ્ક ન પહેરનાર લોકો સામે પણ પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી હતી અને દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી
ત્યારે બાબરા પોલીસ દ્વારા તૂટી ગઈ નંબર પ્લેટ અને ફેન્સી નંબર પ્લેટવાળા કુલ ૧૩ વાહનો ડીટેઈન કરવામાં આવ્યા અને પોલીસ દ્વારા ૧૨ વાહનોને સ્થળ પર દંડ આપવામાં આવ્યો કુલ રૂ.૪૫૦૦ નો દંડ વસૂલવામાં આવ્યો અને માસ્ક ન પહેરનાર ૩ ઇસમો પાસેથી રૂ.૩૦૦૦ દંડ કરવામાં આવ્યો અને બાબરા પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એન. ગોહિલ સાહેબ દ્રારા જણાવામાં આવ્યું હતું કે આગળ પણ આવી ટ્રાફિક ડ્રાઇવ નું આયોજન કરવામાં આવશે ત્યારે પોલીસ દ્વારા આ ફૂટ પેટ્રોલિંગની કામગીરીને લઈ હાલ શહેરના રોમિયોગીરી કરતા અને આવારા તત્વોમાં ફફડાટ
આ કામગીરીમાં બાબરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.એન. ગોહિલ સાહેબ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.વી.પંડ્યા સાહેબ અને શૈલેષભાઈ અમરેલીયા અને મૌલિકભાઈ તેરૈયા અને નરેશભાઈ ધાખડા સહિતના બાબરા પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી
આદીલખાન પઠાણ ( બાબરા )