બાન લેબ્સનાં યુવા ડિરેક્ટર-ઑનર જય ઉકાણીની દૂરંદેશીસભર અનોખી યોજના
નવી પેઢીનાં નેતૃત્વમાં પણ ‘બાન લેબ્સ’નો સમાજ પ્રત્યેનો સંવેદનશીલ અભિગમ પૂરજોશમાં
- Advertisement -
તદ્દન નજીવા રોકાણમાં દર મહિને ઘેરબેઠાં 15થી 30 હજાર કમાવાની તક
મોંઘવારીના યુગમાં નાની-સાધારણ નોકરીથી આવક-ખર્ચના છેડાં ભેગાં કરવા મુશ્ર્કેલ બની રહ્યા છે. નોકરીયાત વ્યક્તિ આર્થિક મોરચે પગભર થવા વધારાનું નાનું-મોટું કામકાજ કરવા ઇચ્છે છે. નોકરીની સાથે કામકાજ કરવાનું સમયને લીધે મુશ્ર્કેલ બનતું હોય છે. વળી, દરેક લોકો પોતાનો ધંધો કરી શકે એવા આર્થિક સક્ષમ હોતા નથી. ઓછાં કે અલ્પ મૂડીરોકાણને લીધે ધંધો કરવાનું લગભગ અશક્ય છે. આ સંજોગ વચ્ચે કમાણી સર્જવા ઇચ્છતા લોકોનો હાથ રાજકોટનું ખૂબ જાણિતું બાન લેબ્સ જૂથ ઝાલશે.
બાન લેબ્સના સર્વેસર્વા અને સેવાર્થે અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા મૌલેશ ઉકાણીના પુત્ર અને બાન લેબ્સના ઓનર-ડાયરેક્ટર જય ઉકાણી દૂરંદેશીભર્યા વિચાર સાથે “પવિત્ર સ્વરોજગાર કેન્દ્ર’ શરૂ કરવા જઇ રહ્યા છે. જય ઉકાણી કહે છે, કોઇપણ વ્યક્તિ કમાણી કરતી થાય અને નાણા ખેંચની પીડા ન અનુભવે તે હેતુથી અમે “પવિત્ર સ્વરોજગાર કેન્દ્ર’નો વિચાર કર્યો છે. કેન્દ્ર પરથી ધંધામાં આગળ ધપવા ઇચ્છતી કોઇપણ વ્યક્તિ અમારી પાસેથી આશરે 3000 જેટલી ચીજવસ્તુઓના પોર્ટોફોલિયોમાંથી પસંદગીની વસ્તુઓ પોસાય તેવા ભાવથી ખરીદ કરીને સારાં માર્જિન સાથે વેચાણ કરીને પૈસા કમાઇ શકશે.
અમારી પાસે 2500-3000 પ્રોડક્ટ છે, લગભગ દરેક સેગમેન્ટમાં અમે વિશાળ પોર્ટફોલિયો બનાવ્યો છે. 37 જેટલા સ્થળોએ અલગ અલગ ચીજો બનાવીએ છીએ. કંપની ઉત્પાદન પર સતત દેખરેખ રાખીને ઉત્તમ ગુણવત્તાની પ્રોડક્ટ બને તેની સતત જૂએ છે. ઉત્પાદનની સગવડો બાન લેબ્સ પૂરાં ભારતમાં રાખે છે અને ભારતભરમાં તેનો સપ્લાય અને ડિસ્ટ્રીબ્યૂશન છે.
‘પવિત્ર સ્વરોજગાર કેન્દ્ર’ શરૂ કરવાનો અમારો હેતુ દરેક વ્યક્તિને પોતાના બળે આવક રળતી કરી દેવાનો છે. અમારો નફો નહીવત કે ન થાય તો પણ સેવા પ્રવૃત્તિના ભાગરૂપે આ કાર્ય કરવાના છીએ.
- Advertisement -
નફો થાય તો પણ એ સમાજના ઉત્થાન માટે કે સેવા કાર્ય માટે વાપરવામાં આવશે. જય ઉકાણી કહે છે, અમારો ટારગેટ એક લાખ લોકોને સાથે રાખીને ચાલવાનો છે. મહિલાઓ કે શારિરિક રીતે અશક્ત કે વિકલાંગ હોય અથવા ટ્રાન્સજેન્ડર હોય તેમને માટે પગભર થવાની કે બે પૈસા કમાવાની વિશાળ તક અમે આપીશું. નીચલો મધ્યમ વર્ગ અને મધ્યમવર્ગ પણ અમારી સાથે બિઝનેસ કરી શકે છે. બધા લોકો મહિને લઘુત્તમ દસથી પંદર હજાર જેટલી સાઇડ ઇન્કમનો સ્ત્રોત ઉભો કરી શકશે. અમે “પવિત્ર સ્વરોજગાર કેન્દ્ર’ શરૂ કરતા પૂર્વે બજાર સર્વે કર્યો છે જેમાં બહોળો પ્રતિસાદ પણ મળ્યો છે એટલે આશા રાખીએ છીએ કે વધુને વધુ લોકો અમારી સાથે ચાલશે, બિઝનેસ કરતા થશે તેમ જય ઉકાણી કહે છે.
‘પવિત્ર સ્વરોજગાર કેન્દ્ર’નું સંચાલન બાન ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવનાર છે. કેન્દ્ર દોઢેક માસથી સંપુર્ણપણે શરૂ કરી દેવામાં આવશે. જય ઉકાણી કહે છે, અમારું નફાનું માર્જિન મોટેભાગે નહીવત હશે અથવા પડતર કરતા પણ ઓછાં ભાવથી કેટલીક ચીજો વેંચવાની આવશે. બાન લેબ્સ વર્તમાન સમયે 12થી 12.50 લાખ રિટેઇલરનું નેટવર્ક ધરાવે છે. અમે ખાસ કરીને સ્વરોજગારી અને સેવા એમ બે મુદ્દા પર ભાર મૂકીને કામકાજ કરવા ઇચ્છીએ છીએ. સમાજમાં રહેલા તમામ લોકોની આવક વધશે તો દેશનો વિકાસ થશે.
બાન ચેરિટેબલ ફાઉન્ડેશને નાણાકિય ટર્નઓવરનો કોઇ ટારગેટ રાખ્યો નથી પણ 1 લાખ કે તેનાથી વધારે લોકો ફાઉન્ડેશન સાથે જોડાય અને કમાણી કરતા થાય તેમ અમે માનીએ છીએ. વિકલાંગો, ટ્રાન્સજેન્ડર કે અશક્ત વ્યક્તિઓને પણ સાથે રાખીને તેમના ઉત્થાનનો સબળ પ્રયત્ન કરીશું.
કોઇપણ વર્ગનો માણસ હોય તે આવક ઓછી હોવાને લીધે પરેશાન ન થવો જોઇએ, તેનો ઘરસંસાર સારી રીતે ચાલતો રહેવો જોઇએ એ સ્થિતિમાં લાવી દેવાનો અમારો ધ્યેય છે અને એ વિચાર સાથે અમે આગળ વધી રહ્યા છીએ તેમ જય ઉકાણી કહે છે.
બાનલેબ્સ 3000 જેટલી ચીજવસ્તુઓનો વિશાળ પોર્ટફોલિયો ધરાવે છે એમાંથી કોઇપણ વ્યક્તિ પસંદગીની વસ્તુઓ પોસાય તેવા ભાવથી ખરીદ કરીને સારાં માર્જિન સાથે બજારમાં વેચાણ કરીને પૈસા કમાઇ શકે તેવું સિમ્પલ મોડેલ કંપનીએ વિકસાવ્યું છે
જય ઉકાણી કોણ છે?
રાજકોટ શહેરના ખૂબ જ જાણિતા-સફળ બિઝનેસ જૂથ બાન લેબ્સ અને તેના માલિક તથા અનેક સેવા સંસ્થા-ટ્રસ્ટ સાથે સંકળાયેલા મૌલેશભાઇ ઉકાણીના પુત્ર છે જય ઉકાણી. જય ઉકાણીએ અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં બી ફાર્મ કરેલું છે અને લંડનની હલ્ટ ઇન્ટરનેશનલ બિઝનેસ સ્કૂલમાં એમ.એસ.સી. ઇન ઇન્ટરનેશનલ બિઝનેસ કર્યું છે. 30 વર્ષની ઉંમરે હંમેશા નવીનતા સર્જવાની પ્રબળ ઇચ્છા અને સમર્પણની ભાવનાને મૂર્તિમંત કરીને તેઓ સફળતાના દીવાદાંડી તરીકે ઉભરી આવ્યા છે. નાની ઉંમરમાં તેમણે 5 ખંડો અને 23 દેશોમાં 146 સ્ટાર્ટ-અપ્સમાં રોકાણ કરીને અને એન્જલ અને સીડથી લઈને શ્રેણી અ, શ્રેણી ઇ અને તેનાથી આગળના વિવિધ તબક્કામાં સ્ટાર્ટ-અપ્સમાં રોકાણ કરીને નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે. સ્ટાર્ટઅપની ઇકો સિસ્ટમને વધુ મજબૂત કરવામાં તેઓ યોગદાન આપી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્ટાર્ટઅપ મંચ ઉપર ભારતની સ્થિતિને વધુ ઉંચે પહોંચાડી છે. જય ઉકાણી માત્ર એક સમૃદ્ધ ઉદ્યોગસાહસિક નથી પરંતુ સમાજના સશક્તિકરણ માટે ઉત્પ્રેરક છે. રાજકોટ જેવા નાના શહેરથી આરંભ કરીને જય ઉકાણીએ વૈશ્ર્વિક ઉદ્યોગપતિ તરીકેની નામના મેળવી છે. બાન લેબ્સના પારંપરિક વ્યવસાયમાં તેમનું નૈતૃત્વ ઉજ્જવળ ભવિષ્ય તરફનું છે. તેમના વડપણ હેઠળ બાન લેબ્સ ઉર્જા, પેટ્રોલિયમ, એપીઆઇ, પરફ્યુમ, ચા, આયુર્વેદ દવાઓ તથા પર્સનલ કેર જેવા નવા ક્ષેત્રોમાં આગળ ધપી છે. બાન લેબ્સને તેમણે 50 કરતા વધારે દેશોમાં ફેલાવી છે. તેમનો પ્રભાવ ઉદ્યોગોના અલગ અલગ ક્ષેત્રોમાં ફેલાયેલો છે એટલે તેઓ હવે સામુદાયિક કલ્યાણની દિશામાં કામગીરી કરી રહ્યા છે. તેમની સફળતા માત્ર નાણાકિય લાભ પૂરતી મર્યાદિત નથી, સમાજને અર્પણ કરવાની તેમની દ્રઢ ઇચ્છાશક્તિ છે.
‘પવિત્ર સ્વરોજગાર કેન્દ્ર’ કેવી રીતે કામ કરશે ?
સ્વરોજગાર કેન્દ્ર ચેઇન બિઝનેસ નથી. ચેઇન બિઝનેસમાં એવું હોય છેકે એક વ્યક્તિ માલ ખરીદે અને પછી તે સભ્યો બનાવીને તેના મારફત વેંચે. એવી કોઇ રીત અમે અપનાવી નથી. અમારું બિઝનેસ મોડેલ બહુ સરળ છે તેમ જય ઉકાણી કહે છે. કોઇપણ વ્યક્તિ જે કંપનીના બહુ સરળ નિયમો પાળી શકે એ દરેકને અમે મેમ્બર કાર્ડ આપીશું. તે વ્યક્તિ રકમ કે ઓર્ડર મૂલ્યના બંધન વિના ખૂબ સારાં માર્જિન (ઘણીબધી પ્રોડક્ટમાં બજાર કિંમતથી લગભગ અર્ધા માર્જિન) સાથે અમારી પાસેથી માલ ખરીદી જાય. બાદમાં પોતાના મિત્રવર્તુળ કે સગાંવ્હાલા અથવા સમાજમાં તેમને મન પડે ત્યાં પોતાનું ચોક્કસ માર્જિન રાખીને વેંચી શકે છે. અમે કોઇને એકબીજાના સભ્યો બનાવવાનું કહેવાના નથી કારણકે અમારું મોડેલ અલગ છે. અમારો બિઝનેસ ફંડા બહુ જ સિમ્પલ છે. બાન લેબ્સ આશરે 3000 જેટલી અલગ અલગ ચીજવસ્તુઓ બનાવે છે. આ બધી જ વસ્તુઓની આવશ્ર્યકતા લોકોને રોજબરોજ રહેતી હોય તેવા પ્રકારની છે. અમારા પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં એફએમસીજી આઇટેમો, સ્ટેશનરી, હોઝીયરી, કપડાં, પરફ્યુમ, ફાર્મસી-હેલ્થકેર પ્રોડક્ટ, કોસ્મેટિક્સ-બ્યુટીકેર પ્રોડક્ટનો સમાવેશ છે. ભવિષ્યમાં અમે કરિયાણાની ચીજો પણ ઉમેરીશું. જય ઉકાણી કહે છે, રાજકોટમાં મોટેભાગે કાલાવાડ રોડ પર “પવિત્ર સ્વરોજગાર કેન્દ્ર’નું સેન્ટર દોઢથી બે માસમાં ખૂલશે. જ્યાં દરેક પ્રોડક્ટનો ડેમો અને એક્સપિરિયન્સ સેન્ટર પણ હશે. જેતે વ્યક્તિ અમારી સાથે કામ કરવા ઇચ્છતી હોય તે અનુભવ કરીને પછી ખરીદી કરી શકે છે. ખરીદી કર્યા પછી માલનું વેચાણ કઇ રીત કરવું અને કેવી રીતે વેચાણમાં વધારો કરતા જવું તેની સંપુર્ણ તાલિમ અમે આપવાના છીએ. કોઇપણ વર્ગનો વ્યક્તિ અમારી સાથે રહીને પોતાનો ધંધો કરી શકે છે. હા, તેમની ઓળખ મેળવીને ખરેખર ધંધો કરવા ઇચ્છે છે એવા વર્ગને અમે આવકારીએ છીએ. માત્ર એકલ દોકલ વસ્તુઓ ખરીદીને વાપરવા ઇચ્છતા વર્ગને અમે અમારા આઇડેન્ટીફાય કરેલી વ્યક્તિઓનો સંપર્ક કરાવી આપીશું. મહિને દસથી પંદર હજાર રૂપિયાની રકમ કમાવાનું નીચલાં મધ્યમ વર્ગ અને મધ્યમવર્ગ માટે સરળ બની જશે. ગ્રાહકને ફાયદો એટલો મળશે કે બજાર કિંમત કરતા સસ્તી વસ્તુઓ વાપરી શકશે એટલે નાણાની બચત થશે.
બાન લેબ્સની પ્રોડક્ટસ…
હેલ્થકેર- હેલ્થ સપ્લીમેન્ટસ
આયુકલશ બ્રાન્ડ હેઠળ રોજ ખાઇ શકાય તેવી ડેઇલી હેલ્થ અને ઇમ્યુનિટી ટેબલેટ (એક જ ગોળી લેવાથી શરીરને જોઇતા વિટામિન, મિનરલ્સ અને એમિનો એસિડ મળી જાય તેવી ટેબલેટ), હાડકાં અને જોઇન્ટસ માટે સ્ટ્રોંગ-હેલ્ધી, ત્વચા માટે રેડિયન્ટ ગ્લો, પુરુષોની વિગોર અને વિટાલીટી, સ્ત્રીઓ માટે ફિગર-વેઇટ એન શેપ, આંખ માટે હેલ્ધી વિઝન, રોગપ્રતિકારક શક્તિ માટે ઇમ્યુપ્રાશ, હદય માટે હાર્ટકેર ટેબલેટ આવે છે.
બોટ બ્રાન્ડ-સ્ટેશનરી
બાળકો માટે રંગબેરંગી ડો સ્ટીમર, ક્રેયોન, જંગલ સફારી કિટ, કલરીંગ બુક્સ, ચેમ્પેરા કલર, એડહેસિવ, ઇન્સ્ટન્ટ એડહેસિવ, એક્ઝામ બોર્ડ, પોલપેન, પેન્સિલ, રબ્બર, માર્કર પેન, કરેક્શન પેન, નોટબુક્સ, કાર્ડ હોલ્ડર, ડિસ્પ્લે બુક, ફાઇલ-ફોલ્ડર વગેરે.
કેર બ્રાન્ડ- ચા
અશ્ર્વગંધા સ્પાઇસ ગ્રીન ટી, હળદરવાળી હર્બલ ટી, કેમોમાઇલ ટર્મરિક ટી, ટર્મરિક મોરીંગા માચા, હિબિસ્કસ-રેજ મેલોન એન્ડ જપાનીઝ માચા ગ્રીન ટી, મોરિંગા-ગિલોય ગ્રીન ટી, ગોલ્ડન મિલ્ક વિથ સેફ્રોન- હર્બ વગેરે.
બાન લેબ્સ બ્રાન્ડ- આયુર્વેદ દવા
એસિડિનોલ, કેલ્ક્યુરોસીન, અરસોલ, આયુકલશ, ઇમ્યુપ્રાશ, બ્રાવોબોલ, ફાલા ગોલ્ડ,ફેરોલિવ ફોર્ટલુકોજીલ,બાનોવિટ, એલેરિન, ગેસ્ટ્રેક્સ, આર. પેઇરીન, લિવેક્સ, વાયસેક્સ, કોલિકાર્મીન, ક્ર્ક્સ, અમૃતા ગિલોય મહાસુદર્શન, ઓવારિન, કટફાર, રુ ઓઇલ, ડર્માફેક્સ,સેવોરિન, ટ્રુ ડેન્ટ વગેરે.
સિગ્નેચર બ્રાન્ડ-પરફ્યુમ
સિગ્નેચર બ્રાન્ડ હેઠળ કંપની પરફ્યુમ બનાવે છે. જે નવી ટેકનોલોજીથી બનેલા છે.દરેક ફ્લેવરમાં તેનો ઉપયોગ થાય છે. પરફ્યુમના પાર્ટીકલ્સને એનકેપ્સ્યુલેશન કરવામાં આવે છે, એમ કરવાથી પરફ્યુમ લગાવ્યા બાદ લોંગેસ્ટ લાસ્ટીંગ ઇફેક્ટ મળે છે. પરફ્યુમ-બોડી સ્પ્રે, એટોમસ, કોકટેલ, આઉડ પરફ્યુમ, ડોર, ઓત્રે, એમોર, કલ્બ, એર ફ્રેશનર, કપૂર કોન ફોર કાર વગેરે.
ટીએસએલ-ધ સિક્રેટ લૂમ બ્રાન્ડ- હોઝીયરી
તમામ પ્રકારના ઇનરવેર, ટીશર્ટ વગેરે.