પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એમ.જાડેજા તથા ટીમની સરાહનીય કામગીરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.27
- Advertisement -
26/05/2024 ના રોજ સાંજ ના 6 વાગ્યાના સમયે એક બાલક સુરેશ સ/ઓ અજયભાઇ સલાટ જાતે- સલાટ ઉ.વ-6 રહે- પી.ડી.એમ. કોલેજ ની સામે નારાયણનગર ઝુંપડપટી રાજકોટ વાળા રામનાથપરા ખાતે માંગવા આવેલ તે દરમ્યાન સદરહુ બાળક કોઇ રીતે તેની માતા-પિતાથી વિખુટુ પડી જતા બીનવારસી હાલતમા તા.- 27/03/2024 ના કલાક-00/30 વાગ્યે બેડી ચોકડી પહેલા વેલનાથપરા પુલની નીચે મળી આવતા સદરહુ બાળકની પુછપરછ કરતા સદરહુ બાળક અધકચરુ બોલી અને અલગ અલગ રાજકોટ શહેરના વિસ્તાર જેમા રેલનગર, ભગવતીપરા તેમજ પોપટપરા વિસ્તારનું જણાવતો હોય જેમા જીણવટભરી રીતે તપાસ કરતા સદરહુ બાળક રાજકોટ શહેરમા આવેલા ગોંડલ રોડ પી.ડી.એમ. કોલેજની સામે નારાયણનગર ઝુંપડપટી રાજકોટવાળો હોવાનું તપાસ દરમ્યાન ફલીત થતા જેથી સદરહુ સરનામે તપાસ કરતા જણાવેલા સરનામે રહેતો હોવાનું જણાય આવતા પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એમ.જાડેજા નાઓએ તુરંત જ સદર બનાવની ગંભીરતા સમજી પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી. જેમા પો.સ્ટે. ના ડી-સ્ટાફ ની ટીમ તેમજ ઇન્વે સ્ટાફ તેમજ પી.એસ.ઓ. મારફતે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ કરવા સુચન કરતા આ ઉપરોક્ત ટીમોએ બાળકની શોધખોળ હાથ ધરી હતી.
દરમ્યાન તા.-27/03/2024 ના કલાક-02/30 વાગ્યા દરમ્યાન ગણતરીની કલાકોમાં જહેમત બાદ બાળકના માતા પિતા મળી આવતા યોગ્ય પુછપરછ ખરાઇ કરી બાળકને તેના માતા સવીતાબેન વા/ઓ અજયભાઇને સોંપી અને પોલીસ પ્રજાનો મિત્ર છે તે સુત્ર સાર્થક કરેલ છે.