31 ડિસેમ્બરને લઈને રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ગ્રીનલેન્ડ ચોકડી ખાતે બહારથી આવતાં વાહનોમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમિયાન લાયસન્સ તેમજ જરૂરી ડોક્યુમેન્ટ્સ ન ધરાવતાં વાહનચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો સાથે જ બહારગામથી આવતા તેમજ શહેર બહાર જતાં વાહનચાલકોનું બ્રીથ એનેલાઈઝર દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું તેમજ પીયુસી, લાયસન્સ, બ્લેક ફિલ્મ અને ત્રણથી વધુ બાઈકમાં બેસનાર વાહનચાલકો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગ્રીનલેન્ડ ચોકડી ખાતે કરવામાં આવેલા ચેકીંગ દરમિયાન બી ડિવિઝન પી.આઈ. રવિ બારોટ, પી.એસ.આઈ. કે. ડી. મારુ તેમજ બી ડિવિઝન પોલીસસ્ટાફ હાજર રહ્યો હતો.
બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ગ્રીનલેન્ડ ચોકડી પાસે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
Follow US
Find US on Social Medias