IP એસ.એમ.જાડેજા તથા PSI કે.ડી.મારૂની સરાહનીય કામગીરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.26
- Advertisement -
એક રાહદારી દક્ષાબેન ઇશ્વરભાઇ બારડ 21/4/24 ના રોજ પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ આવી જણાવેલ કે પોતે તથા પોતાના જેઠાણી લગ્ન પ્રસંગથી પોતાના ઘરે પરત જતા હતા તે દરમ્યાન પોતાની પાસે રહેલ સોનાના દાગીના આસરે 12 તોલા તથા ચાંદીના દાગીના આસરે કિ.રૂ.5,00,000/- થેલીમા રાખેલ અને પેડક રોડ પારૂલ બગીચા પાસેથી એક રીક્ષામા બેસી અને મોરબી રોડ જકાતનાકા ખાતે ઉતરેલ હતા ત્યારે પોતે પોતાની થેલી રીક્ષા મા ભુલી ગયેલ હોઈ અને રીક્ષા ત્યાથી નીકળી ગયેલ હોઇ જે રીક્ષામા પોતાની થેલી ભુલી ગયેલ હોઈ જે રીક્ષાના નંબરની તથા રીક્ષા ડ્રાઈવરની જાણ ન હોઈ તથા સદરહુ રીક્ષા તથા થેલીની આસપાસમાં તપાસ કરતા મળી આવેલ નહી તેમ જણાવેલ હોય
જેથી ઉપરી અધીકારીઓના માર્ગદર્શન અને સુચના મુજબ બનાવની ગંભીરતા ધ્યાને લઈ પો.ઈન્સ. એસ.એમ.જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ માર્ગદર્શન મુજબ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પો.સબ.ઇન્સ. કે.ડી.મારૂ તથા સર્વેલન્સ સ્ટાફ અધિકારી/કર્મચારીઓની અલગ-અલગ ટીમો બનાવી પેડક રોડ તથા કુવાડવા રોડ તથા મોરબી રોડ આસપાસના વિસ્તારમાં રવાના કર્યાં હતાં. CCTV ફુટેજમાં રીક્ષા જોવામા આવેલ જેથી રીક્ષાનો પીછો કરતા તે રીક્ષા પેડક રોડ તથા કુવાડવા રોડ તથા ગ્રીનલેન્ડ ચોકડી તથા મોરબી રોડ તથા સંતકબીર રોડ તથા ભાવનગર રોડ પર ફરતી હોય જેથી બનાવ તથા રીક્ષા બાબતે થોરાળા પો.સ્ટે.ના સ્ટાફને જાણ જે દરમ્યાન રીક્ષા ચાલક બાબુભાઇ નાથાભાઇ દેત્રોજાએ જાણ કરતા રીક્ષા ચાલકને તથા થેલીના માલીકને પો.સ્ટે. ખાતે બોલાવી સોનાના દાગીના તથા ચાંદીના દાગીનાની ખરાઈ કરી અને થેલીના માલીકને તેના સોનાના દાગીના આસરે 12 તોલા તથા ચાંદીના દાગીના આસરે કિ.રૂ.5,00,000ની થેલી પરત સોપેલ છે.