દારૂ બીયરના મોટા જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.01
- Advertisement -
લોકસભા ચૂંટણી નજીક આવી રહી હોવાથી પોલીસ દ્વારા દારૂ, રોકડની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવામાં આવતી હોય છે દરમિયાન બી ડિવિઝન પોલીસે દારૂ બીયરના જથ્થા સાથે બે શખ્સોને દબોચી લઈ 5.89 લાખનો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ એસ એમ જાડેજા અને ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન સ્ટાફને મળેલી બાતમી આધારે હુડકો ક્વાર્ટર્સ નંબર ખ-1/2માં દરોડા પાડયો હતો પોલીસે વિદેશી દારૂની 657 બોટલ અને બીયરના 405 ટીન સાથે તુષાર ઉર્ફે ભુરો હોતચંદ સાવલાણી તેમજ ધવલ દિનેશભાઈ સાકરીયાને ઝડપી પાડ્યા હતા અને આરોપીઓ પાસેથી વિદેશી દારૂનો જથ્થો, 2 લાખની કાર તેમજ બાઈક અને મોબાઈલ મળી 5,88,800નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો બંનેની પૂછતાછમાં નવાગામના વિનય ઉર્ફે ભુરો મનસુખભાઇ ડાભીનું નં ખૂલતાં પોલીસે તેની પણ શોધખોળ હાથ ધરી છે.