આર.જે., વી.જે., એક્ટર, સિંગર, મ્યુઝિક કંપોઝર એન્ડ રાઈટર આયુષમાન : ખરા અર્થમાં હરફનમૌલા કલાકાર
TIMEની સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની 2020ની યાદીમાં સ્થાન મેળવનારો એકમાત્ર ભારતીય એક્ટર
- તુષાર દવે
એણે જેમાં હાથ નાંખ્યો એમાં પોતાનું 100 ટકા આપીને પ્રતિભા પૂરવાર કરી. આરજેઈંગ કર્યું તો યંગ અચિવર્સ એવોર્ડ મેળવ્યો. (બાય ધ વે, એના એક શોનું નામ ‘માન ન માન, મેં તેરા આયુષમાન’ હતું.) પહેલી ફિલ્મ ‘વિકી ડોનર’ માટે બેસ્ટ મેલ ડેબ્યુનો ફિલ્મફેર એવોર્ડ જીત્યો. સિંગિંગ કર્યું તો ‘પાની દા રંગ…’ માટે બેસ્ટ મેલ પ્લેબેક સિંગરનો ફિલ્મફેર એવોર્ડ મેળવ્યો. (એ સોંગ એણે એ 2003માં કોલેજમાં હતો ત્યારે લખેલું.) ‘અંધાધૂન’ માટે નેશનલ એવોર્ડ* મેળવ્યો.
આયુષમાન ખુર્રાનાની તો શું વાત કરવી! આયુષમાન ખુર્રાના (હા, ખુર્રાના. એણે પોતાની સરનેમમાં બે ‘આર’ લગાવી દીધા છે.) એટલે નાની ઉંમરમાં મોટું નામ. એણે કોલેજ થિએટર અને સ્ટ્રીટ પ્લેઝથી માંડી કેટકેટલું કર્યુ! એ ‘રોડિઝ’ પણ બની ચૂક્યો છે…બોલો! એનો ચહેરો જોઈને લાગે જ નહીં કે આ છોકરો ક્યારેક ‘રોડિઝ’ પણ બન્યો હશે!
- Advertisement -
એક જ માણસમાં કેટકેટલી પ્રતિભા…! આર.જે., વી.જે. (વીડિયો જૉકી), એક્ટર, સિંગર, મ્યુઝિક કમ્પોઝર, એન્કર, રાઈટર…
…અને એવું નહીં કે એણે આ બધું ટ્રાયલ એન્ડ એરરની જેમ અજમાવ્યું. એણે જેમાં હાથ નાંખ્યો એમાં પોતાનું 100 ટકા આપીને પ્રતિભા પૂરવાર કરી. આરજેઈંગ કર્યું તો યંગ અચિવર્સ એવોર્ડ મેળવ્યો. (બાય ધ વે, એના એક શોનું નામ ‘માન ન માન, મેં તેરા આયુષમાન’ હતું.) પહેલી ફિલ્મ ‘વિકી ડોનર’ માટે બેસ્ટ મેલ ડેબ્યુનો ફિલ્મફેર એવોર્ડ જીત્યો. સિંગિંગ કર્યું તો ‘પાની દા રંગ…’ માટે બેસ્ટ મેલ પ્લેબેક સિંગરનો ફિલ્મફેર એવોર્ડ મેળવ્યો. (એ સોંગ એણે એ 2003માં કોલેજમાં હતો ત્યારે લખેલું.) ‘અંધાધૂન’ માટે નેશનલ એવોર્ડ* મેળવ્યો.
…અને હવે જેમાં નરેન્દ્ર મોદી જેવી હસ્તીઓ સામેલ છે અને મોદી તેમજ સુંદર પિચાઈ સહિત માત્ર પાંચ જ ભારતીયો જેમાં સ્થાન ધરાવે છે એવી ‘ટાઈમ’ મેગેઝિનની સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની 2020ની યાદીમાં સ્થાન મેળવનારો એકમાત્ર ભારતીય એક્ટર બન્યો છે. આ અગાઉ આ લિસ્ટમાં ભારતના અનેક ફિલ્મી સિતારાઓ સ્થાન મેળવી ચૂક્યા છે, પણ 2020માં આ યાદીમાં સ્થાન મેળવનારો એ એકમાત્ર ભારતીય એક્ટર છે. એના સિવાય ફિલ્મી દુનિયામાંથી આ વર્ષે ઓસ્કાર એવોર્ડ્સમાં મેદાન મારી જનારી અતિચર્ચિત સસ્પેન્સ-થ્રીલર કોરિયન ફિલ્મ ‘પેરાસાઈટ’ના ડિરેક્ટર બોન્ગ જૂન હો અને હોલિવૂડ સ્ટાર સેલેના ગોમેઝ પણ સામેલ છે.
- Advertisement -
આયુષમાને ‘વિકી ડોનર’ જેવા બોલિવૂડમાં ક્યારેય ન ખેડાયેલા વિષય પર બનેલી ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી અને છવાઈ ગયો. પછી તો અલગ પ્રકારની સ્ટોરીઝ અને કેરેક્ટર્સ જ એની યુએસપી બની ગયા. ‘દમ લગાકે હઈશા’, ‘શુભ મંગલ સાવધાન’ અને ‘બાલા’ સહિતની આયુષમાનની ફિલ્મો એટલે અલગ છતાં મનોરંજક વાર્તા અને સક્ષમ પર્ફોર્મન્સની ગેરંટી. છેલ્લા કેટલાક વર્ષોમાં બોલિવૂડમાં સ્ટાર પાવર નહીં, પણ કન્ટેન્ટ પાવર ધરાવતી વાર્તા અને પાત્ર કેન્દ્રીત ફિલ્મોનો જે ટ્રેન્ડ શરૂ થયો એ ફિલ્મોના યુવા એક્ટર્સ પૈકીનું એક અગ્રગણ્ય નામ એટલે આયુષમાન.
આયુષમાનની આ સિદ્ધી બદલ અગાઉ આ યાદીમાં રહી ચૂકેલી દીપિકા પાદુકોણ સહિત બોલિવૂડની અનેક સેલિબ્રિટીઝ એને શુભેચ્છાઓ પાઠવી રહી છે.
ફ્રી હિટ :
“तजुरबे के लिए तो मोहब्बत नहीं की थी,
मोहब्बत कामयाब न हुई तो तजुरबा हुआ।”
-आयुषमान