અભિનેત્રી માધુરી દીક્ષિતે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં માધુરી આયુષ્માન ખુરાનાની સાથે ડાન્સ કરી રહી છે.
માધુરી દીક્ષિતે એક વીડિયો શેર કર્યો
- Advertisement -
આયુષ્માન ખુરાના પોતાની નવી ફિલ્મ એન એક્શન હીરોની રીલીઝની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં છે. હાલમાં આ ફિલ્મનુ ટ્રેલર આવ્યું, જેમાં પ્રશંસકોને સારો રિસ્પોન્સ મળ્યો. હાલમાં આયુષ્માન ખુરાના પોતાની આ ફિલ્મનુ જોરશોરથી પ્રમોશન કરી રહ્યાં છે. આ સંદર્ભે તેઓ ટીવી શો ઝલક દિખલા જા 10ના સેટ પર પહોંચ્યા હતા. જે વખતનો એક વીડિયો માધુરી દીક્ષિતે શેર કર્યો છે, જેમાં તેમની સાથે આયુષ્માન ખુરાના ડાન્સ કરી રહ્યાં છે.
View this post on Instagram- Advertisement -
આયુષ્માને માધુરી સાથે કર્યો સુંદર ડાન્સ
વીડિયોમાં જોઇ શકાય છે કે માધુરી દીક્ષિત, આયુષ્માન ખુરાનાની સાથે આપ જૈસા કોઈ ગીત પર ડાન્સ કરી રહી છે. આ ગીત આયુષ્માનની ફિલ્મ એન એક્શન હીરોનુ છે. મહત્વનું છે કે આ ગીત ફિલ્મ કુરબાનીમાંથી લેવામાં આવ્યું છે, જેને જીનત અમાન પર દર્શાવવામાં આવ્યું હતુ. આ ગીતના રીમિક્સ વર્જનને એન એક્શન હીરોમાં ઉપયોગ કરવામાં આવ્યો છે, જેને મલાઈકા અરોરા પર દર્શાવવામાં આવ્યું છે.
View this post on Instagram
આયુષ્માન ખુરાનાએ કરી આ કોમેન્ટ
માધુરી દીક્ષિતે ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયોને શેર કર્યો છે, જેને તેમના પ્રશંસકો ખૂબ પસંદ કરી રહ્યાં છે. આ વીડિયો પર આયુષ્માન ખુરાનાએ કોમેન્ટ કરતા લખ્યું, ‘આપ જૈસા કોઈ…. હૈ હી નહીં માધુરી દીક્ષિત મેમ.’ તો આયુષ્માનના ભાઈ અપારશક્તિ ખુરાનાએ કોમેન્ટ કરી, વાત બની ગઇ છે.