આજે આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ડૉક્ટર જી’ (Doctor G) ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે અને આ ટ્રેલર લોકોને ખૂબ જ પસંદ આવ્યું છે.
બોલિવૂડના વર્સટાઇલ એક્ટર આયુષ્માન ખુરાના તેની આવનારી ફિલ્મ ‘ડૉક્ટર જી’ (Doctor G) માટે ઘણા લાંબા સમયથી હેડલાઇન્સ બનાવી રહ્યા હતા. જ્યારથી આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ડૉક્ટર જી’ (Doctor G) ઘોષણા થઈ ત્યારથી લોકો તેના માટે ઉત્સાહિત હતા અને હવે ટૂંક સમયમાં દર્શકોની રાહનો અંત આવવા જઈ રહ્યો છે. જણાવી દઈએ કે આજે આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ડૉક્ટર જી’ (Doctor G) ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે અને આ ટ્રેલર લોકોને ખૂબ જ પસંદ આવ્યું છે. આયુષ્માન ખુરાનાના શાનદાર અભિનય અને રકુલ પ્રીત સિંહની સુંદરતાના જાદુથી લોકો મોહી ગયા છે.
- Advertisement -
Gynaecology department ki har ek naari, padegi #DoctorG pe bhaari!#DoctorG will attend to you in theatres from 14th October 2022 🩺🗓#DoctorGTrailer out now – https://t.co/SchnD8GEXG @Rakulpreet @anubhuti_k @ShefaliShah_ @ayesha_kaduskar @JungleePictures @ZeeMusicCompany
— Ayushmann Khurrana (@ayushmannk) September 20, 2022
- Advertisement -
બૉયકોટના ટ્રેન્ડ વચ્ચે લોકોને પસંદ આવ્યું ફિલ્મનું ટ્રેલર
હાલ બૉલીવુડ બૉયકોટનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને આ બધા વચ્ચે ફિલ્મ ડોક્ટર જી (Doctor G)નું ટ્રેલર રિલીઝ થયું અને દર્શકોને ઘણું પસંદ પણ આવ્યું છે. ફિલ્મમાં આયુષ્માન ખુરાના અને રકુલ પ્રીત સિંહ ઉપરાંત શેફાલી શાહ અને શીબા ચઢ્ઢા પણ મહત્વના રોલમાં નજર આવશે. જણાવી દઈએ કે ફિલ્મમાં આયુષ્માન ખુરાના ગાયનેકોલોજિસ્ટ બન્યો છે અને તેની નોકરી દરમિયાન ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ફિલ્મની વાર્તા એક છોકરા (આયુષ્માન ખુરાના)ની છે જે ઓર્થોનો અભ્યાસ કરવા માંગે પણ તેને એમબીબીએસમાં ગાયનેકોલોજિસ્ટ વાળો ડીપાર્ટમેન્ટ મળે છે.
હંમેશાની જેમ એક ગંભીર વિષય પર છે ફિલ્મ
આયુષ્માન ખુરાના ડોક્ટર જી ફિલ્મનું ટ્રેલર ખૂબ જ શાનદાર છે અને લોકોને ઘણું પસંદ આવી રહ્યું છે. જણાવી દઈએ કે હંમેશાની જેમ આયુષ્માન ફરી એકવાર ગંભીર વિષયને મજાકમાં બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. ફિલ્મના ટ્રેલરને સોશિયલ મીડિયા પર દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મ 14 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.