ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.12
દેશના યશશ્ર્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ અને સક્ષમ નેતૃત્વના 23 વર્ષના કાર્યકાળ નિમિતે તા.7 ઓક્ટોબર થી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણીનું આયોજન હાથ ધરાયું છે. વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂૂપે ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્માન આરોગ્ય શિબિર યોજાઈ હતી.
સમગ્ર રાજ્યની સાથે ગીર સોમનાથ જિલ્લો પણ વિકાસ સપ્તાહની ઉજવણીમાં ભાગીદાર બન્યો છે. વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત આરોગ્ય શાખાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર પાટણ ખાતે સિવિલ હોસ્પીટલ વેરાવળના સંકલન સાથે આયુષ્માન આરોગ્ય શિબિર કેમ્પ યોજાયો હતો.
આ આયુષ્માન આરોગ્ય શિબિર કેમ્પમાં ડાયાબિટીસની તપાસ, બ્લડ પ્રેશરની તપાસ એમ વિવિધ શારીરિક તપાસ કરીને કુલ 340 દર્દીઓને આરોગ્યલક્ષી સેવા આપવામાં આવી હતી અને જરૂૂરિયાત મુજબના દર્દીઓને લેબોરેટરી તપાસ કરવામાં આવી હતી.