ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
જૂનાગઢમાં વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સરકારી આયુર્વેદ કોલેજ, જૂનાગઢનાં આચાર્યની પ્રેરણા અને સહયોગથી દ્રવ્યગુણ વિભાગ દ્વારા નિ:શુલ્ક રોપા વિતરણ થનાર છે. આ રોપાઓ કોલેજનાં જ વિદ્યાર્થીઓ દ્વારા તેમનાં પ્રોજેક્ટનાં ભાગ હેઠળ તૈયાર કરવામાં આવેલ છે. તો તેમને પણ પ્રોત્સાહન મળે એ રીતે વધુ વાવેતર કરી આપણાં શહેરને ગ્રીન સિટી બનાવવા સહભાગી થવા માટે આયુર્વેદીક રોપાનું વિતરણ કરવામાં આવશે.
- Advertisement -
જેમાં તા.5 થી 7 જૂન સુધી સવારે 9થી 12 પંચેશ્ર્વર રોડ પર આવેલ આયુર્વેદીક હોસ્પિટલે કરવામાં આવશે. આ રોપામાં ગરમાળો,ભંડિર, અરડૂસી, ઇક્ષોરા, ગુલમ્હોર, પાનઅજમો, વિજયસાર, ચણોઠી, પારિજાત, સરસડો (શિરીષ), અરિઠા, શતાવરી, કાચનાર, સાલેડો (શલ્લકી), ગળો, ઇન્સ્યુલિન પ્લાન્ટ, અરણી, અંજીર, કડાયો, બહેડા, ચિત્રકનોની સાથે આ રોપા મર્યાદિત સંખ્યામાં હોય, વહેલા તે પહેલા ધોરણે મળશે તેમજ રોપાઓ વધશે તો ઉપરોક્ત તારીખ પછી પણ દ્રવ્યગુણ વિભાગના કાર્તિક કીડીયા 9664968957, ડો. આરતી રૂપાણી 9662063200નો સંપર્ક પર મેળવી શકાશે.