ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર પાર્ટ 1: શિવા’એ રેકોર્ડ તોડ કમાણી કરી હતી. હવે નિર્માતા અયાન મુખર્જીએ હવે ‘બ્રહ્માસ્ત્ર પાર્ટ 2: દેવ’ અને ‘બ્રહ્માસ્ત્ર પાર્ટ 3’ની ટાઈમલાઇન જાહેર કરી છે.
બોક્સ ઓફિસ પર બૉલીવુડની દરેક ફિલ્મ ફ્લોપ જઈ રહી હતી એ સમયે રણબીર કપૂરની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર પાર્ટ 1: શિવા’એ રેકોર્ડ તોડ કમાણી કરી હતી. ફિલ્મની બોક્સ-ઓફિસ સફળતા બાદ નિર્માતા અયાન મુખર્જીએ હવે ‘બ્રહ્માસ્ત્ર પાર્ટ 2: દેવ’ અને ‘બ્રહ્માસ્ત્ર પાર્ટ 3’ની ટાઈમલાઇન જાહેર કરી છે.
- Advertisement -
View this post on Instagram
- Advertisement -
બંને સિક્વલ એકસાથે શૂટ કરશું
ઇન્સ્ટાગ્રામ પર આ વિશે જાહેરાત કરતાં અયાન મુખર્જીએ લખ્યું કે”‘બ્રહ્માસ્ત્રઃ અસ્ત્રાવર્સ’ વિશે વાત કરવાનો સમય આવી ગયો છે. મને પાર્ટ વન પર જે પ્રેમ મળ્યો છે તે પછી, હું પાર્ટ ટુ અને થ્રી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું, જે મને ખબર છે કે પાર્ટ વન કરતાં મોટી અને વધુ મહત્વાકાંક્ષી બનશે. અમે નક્કી કર્યું છે કે બંને સિક્વલ એકસાથે શૂટ કરશું પણ અલગ-અલગ સમયે રિલીઝ કરીશું. આ પાર્ટ અનુક્રમે ડિસેમ્બર 2026 અને ડિસેમ્બર 2027 માં રિલીઝ કરવામાં આવશે.”
હું શીખીશ, પ્રેરિત થઈશ અને વિકાસ કરીશ
તેણે શેર કર્યું કે બીજો અને ત્રીજો પાર્ટ એક સાથે કરવામાં આવશે. તેણે કહ્યું કે ‘ યુનિવર્સે તાજેતરમાં મને એક ખૂબ જ ખાસ ફિલ્મમાં પગ મૂકવાની અને નિર્દેશિત કરવાની ખૂબ જ ખાસ તક આપી છે! ફિલ્મ શું છે.. તે યોગ્ય સમય આવશે ત્યારે જણાવીશ. આ તક જે મને પડકાર આપે છે અને મને ખૂબ જ ઉત્સાહિત કરે છે..જ્યાં હું શીખીશ, પ્રેરિત થઈશ અને વિકાસ કરીશ. આ બ્રહ્માંડમાં તમામ સકારાત્મક ઉર્જાઓની રાહ જોઉં છું જેથી કરીને હું મારું સર્વશ્રેષ્ઠ આપી શકું અને મારા માટે સૌથી મહત્ત્વની વાતમાં હું યોગદાન આપી શકું – ભારતીય સિનેમા!