શ્રી હરિજ્યોત સ્થાનકવાસી જૈન ઉપાશ્રય (વખારીઆ ઉપાશ્રય) 2, ભીડભંજન સોસાયટી, નટરાજનગર પાસે, યુનિ. રોડ, રાજકોટ ખાતે છેલ્લા બાર કરતાં પણ વધારે વર્ષથી ગોંડલગચ્છ ગાદીપતિ પ.પૂ. ગુરુદેવ ગિરીશચંદ્ર મહારાજ સાહેબની પ્રેરણાથી ચૈત્ર માસ, આસો માસ પ્રભુ પાર્શ્ર્વનાથ કલ્યાણક, બકરી ઈદ વગેરે મોટા દિવસો દરમિયાન શ્રી નવકાર મહામંત્રના પદના વર્ણન પ્રમાણે આયંબિલ ઓળીનું આયોજન કરવામાં આવે છે. સ્થાનકવાસી તથા મૂર્તિપૂજક બંને સંઘોની કોઈપણ પૃચ્છા વગર પારિવારિક માહોલમાં આયંબિલ ઓળીની આરાધના કરાવવામાં આવે છે જેમાં વિગય તેલ, ઘી, દહીં, દૂધ, શાકભાજી, ફ્રૂટ વગેરે વિનાનો આહાર એક જ જગ્યાએ બેસી વાપરવાનો હોય છે.
આયંબિલ તપ આરાધનાથી આયુર્વેદ તથા વૈજ્ઞાનિક દ્રષ્ટિએ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. સમગ્ર રાજકોટમાં એક માત્ર સંપૂર્ણ લેડીઝ સંચાલિત જૈન ઉપાશ્રયમાં સર્વે શ્રાવક-શ્રાવિકાઓનો સાથ સહકાર મળી રહે તેવી અપીલ સંઘ પ્રમુખ જીજ્ઞાબેન વખારીઆ તેમજ મહિલા મંડળના તમામ બહેનોએ કરી છે. સંપૂર્ણ આયંબિલ ઓળી કરવા તપસ્વીઓને હરિજ્યોત જૈન સંઘ, હરિજ્યોત જૈન મહિલા મંડળ તથા દાતાઓએ ઉપાશ્રયમાં થતી આયંબિલ ઓળી તપમાં જોડાવવા અપીલ કરવામાં આવી છે. તપસ્યામાં જોડાવા ઈચ્છતાં તપસ્વીઓએ જીજ્ઞાબેન વખારીઆનો મોબાઈલ નં. 9429248362, 9428792227 પર સંપર્ક કરવાનો રહેશે. ‘ખાસ-ખબર’ની મુલાકાતે આજરોજ જીજ્ઞાબેન વખારીઆ, રીતુબેન મહેતા, પ્રીતિબેન પડિયા, પ્રતિભાબેન મહેતા, જાગૃતિબેન અજમેરા આવ્યા હતા.



