ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારી સી.જી. સોજીત્રા અને દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી બી.ડી. ભાડના માર્ગદર્શન હેઠળ વિવિધ ગૃહ ઉદ્યોગ જૂથની મહિલાઓ માટે ’કામકાજના સ્થળે થતી જાતિય સતામણી (અટકાયત, પ્રતિબંધ અને ફરિયાદ નિવારણ) અધિનિયમ – 2013’ અંગે જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન કામકાજના સ્થળે સુરક્ષાની થીમ અન્વયે કાયદાની જોગવાઈઓ, આંતરિક ફરિયાદ સમિતિની રચના, સ્થાનિક ફરિયાદ સમિતિ અને જાતીય સતામણીના કિસ્સામાં ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા વિશે મહિલાઓને વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ સાથે જ, મહિલાલક્ષી યોજનાઓ, કાયદાકીય માહિતી, મહિલાઓને મળતી રાહતો, ખોટી ફરિયાદ ન કરવા અંગેની અને દંડની જોગવાઈઓ અંગે પણ વિગતે ચર્ચા કરવામાં આવી હતી.
મહિલાઓને જાતીય સતામણી અંગે ઓનલાઈન ફરિયાદ માટેના ’જઇંઊ-બોક્ષ પોર્ટલ’ની માહિતી આપીને અંતમાં ’પ્રતિકાર’ નામની શોર્ટ ફિલ્મ બતાવવામાં આવી હતી.
આ ઉપરાંત, વન સ્ટોપ સેન્ટર, પોલીસ બેઝ્ડ સપોર્ટ સેન્ટર, 181 અભયમ હેલ્પલાઈન અને વિદ્યાલક્ષ્મી મહિલા કલ્યાણ દ્વારા પૂરી પાડવામાં આવતી સહાય અને સેવાઓ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી.
- Advertisement -
આ કાર્યક્રમમાં પ્રગતિ મહિલા મંડળના પ્રમુખ શારદાબેન રાખોલીયા, કુસુમબેન અકબરી સહિત અનેક મહિલાઓ હાજર રહી હતી.



