વિદ્યાર્થીઓએ ભરતનગર અને મોરબી સિટીમાં રેલી કાઢી; એઈડ્સ નિવારણ, જોખમી પરિબળો અને વેક્સિન વિશે લોકોને માર્ગદર્શન આપ્યું
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
- Advertisement -
મોરબીની લક્ષ્મીનગર ગામે આવેલ શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે 1 ડિસેમ્બરના રોજ ગઅઝઈંઘગઅક અઈંઉજ ઈઘગઝછઘક ઙછઘૠછઅખ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના ભાગરૂપે કોલેજના વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા જનજાગૃતિ માટે રેલી કાઢવામાં આવી હતી.
રેલી દરમિયાન વિદ્યાર્થીઓએ ભરતનગર અને મોરબી સિટીમાં પોસ્ટર અને બેનર લઈને લોકોને એઈડ્સ (અઈંઉજ) ના નિવારણ, જોખમી પરિબળો (છઈંજઊં ઋઅઈઝઘછજ), સેફટી માટેના ઉપાયો, ફર્સ્ટ સ્ટેજ મેનેજમેન્ટ અને ઉપલબ્ધ વેક્સિન વિશે નોલેજ આપ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કોમ્યુનિટીમાં એઈડ્સ પ્રીવેન્શન અને વેક્સિનેશન શિડ્યુલ વિશે સમજણ આપવાનો હતો.
કાર્યક્રમને સફળ બનાવવા બદલ કોલેજના પ્રિન્સિપાલ, સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.



