એક વર્ષથી તૈયાર પણ કોઈને કબજો લેવામાં રસ નથી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.26
- Advertisement -
માણાવદર શહેરના નવનાલાપુલથી રસાલા ડેમ સુધી લોકોને હરવા ફરવા અને મનોરંજન માટે સુવિધા મળે તે માટે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા 19 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યું છે. પરંતુ આ રિવરફ્રન્ટ બની ગયો તેને એક વર્ષ જેટલો સમય થઈ ગયો હોવા છતાં હજુ સુધી ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યું છે ત્યારે કરોડો રૂપિયાના ખર્ચ્યા બનેલું રિવરફ્રન્ટ ખંઢેરના થાય તે પહેલા લોકો માટે ખુલ્લો મુકવામાં આવે તેવી માંગ ઉઠી છે.