દેશ-વિદેશ વસતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પરિવાર સાથે ગ્રીન લીફ ક્લબ ખાતે જોડાશે
ખાસ-ખબર સંવાદદાતા
એવીપીટી એલિમની એસો. દ્વારા તા. 31-1ના રોજ રવિવારે રાજકોટના જામનગર રોડ સ્થિત ગ્રીન લીફ રિસોર્ટ ખાતે ભવ્ય એક દિવસીય ગે ટુ ગેધરનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે એલમની ફંકશન સંદીપ શ્રીમાંકર તથા જગત માતરિયાની આગેવાનીમાં 1995 (ઈલેકટ્રોનિકસ) બેચના વિદ્યાર્થીઓ સ્પોન્સર કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભવ્ય પારિવારિક પ્રોગ્રામમાં ગેમ્સ, ડાન્સ, પરર્ફોમન્સ, ડી. જે. મિમિક્રી, ગરબા સહિતના રંગારંગ કાર્યક્રમ સાથે એનિમલ હેલ્પલાઈનના સહયોગથી દેહદાન, ચક્ષુદાન, અંગદાન, શાકાહાર જનજાગૃતિ અભિયાન વગેરે સેવાકીય પ્રવૃત્તિ ચલાવવામાં આવશે. બાળકો તથા વિજેતાઓ માટે અનેકવિધ પ્રાઈઝ- ગિફ્ટ પણ આપવામાં આવશે. આ કાર્યક્રમ માટે વિદ્યાર્થીઓના ઓનલાઈન તથા ઓફલાઈન રજિસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યા છે. બહોળી સંખ્યામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે. રજિસ્ટ્રેશન તથા વધુ વિગત માટે એવીપીટી એલિમની ઓફિસ, એવીપીટીઆઈ કોલેજ કેમ્પસ, ટાગોર રોડ, હેમુ ગઢવી હોલ સામે સવારે 11થી 1 તથા સાંજે 4થી 6 દરમિયાન સંપર્ક કરી શકાશે. રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 30-12-23 હોય સત્વરે રજિસ્ટ્રેશન કરાવી લેવા સંસ્થા તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે.
આ સમગ્ર આયોજન સફળ બનાવવા માટે એલિમની એસો.ના પ્રમુખ વી. એમ. પટવારીના માર્ગદર્શનમાં સંદિપભાઈ શ્રીમાંકર, જગત માતરિયા, પ્રવીણ પટેલ, કિરણ ટાંક બુહેચા ચિંતન ઉપાધ્યાય, ડી. સી. મહેતા, ગોપાલભાઈ ખીરસરિયા, પી. કે. દવે, ડી. એમ. પૂજારા, આર. એલ. ઠેસિયા, વી. આર. કણસાગરા, પી. કે. રાણપરિયા, ડી. બી. પાયાણી, કે. જે. જોષી, એસ. એન. આડેસરા, પરેશગીરી ગોસાઈ, નીરવ સંઘવી વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
AVPT એલ્યુમની એસો.નું ગેટ ટુ ગેધર 31 ડિસેમ્બરે



