નગરપાલિકાના ટાઉન પ્લાનિંગ દ્વારા સ્થળ વિઝિટ કરી નોટિસ આપવાની કામગીરી શરૂ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.17
ધ્રાંગધ્રાના હળવદ રોડ પર નિર્માણ થયેલ પાર્ટી પ્લોટના બાંધકામ દરમિયાન હેતુફેર બાબતે હવે તંત્ર જાગ્યું છે. જેમાં ધ્રાંગધ્રા શહેરના હળવદ રોડ પર આવેલ ભગવત પાર્કમાં રહેણાક હેતુ પ્લોટમાં કોમર્શિયલ બાંધકામ કરી પાર્ટી પ્લોટ નિર્માણ કરવાના લીધે જમીન હેતુ ફેર થવાની સાથે બાંધકામ અંગે મંજૂરી નહીં લીધી હોવાનું સામે આવ્યું હતું. જેમાં સર્વે 1163 વળી જમીનમાં રહેણાક હેતુ માટે બિનખેતી કરાવાયા બાદ હવે ક્રમ નંબર 2થી 6 સુધી પ્લોટમાં પાર્ટી પ્લોટ બનાવા માટેનું બાંધકામ લગભગ પૂર્ણ કરાયું હતું. આ પાર્ટી પ્લોટ નિર્માણ જે રહેણાક પ્લોટમાં થઈ રહ્યા છે તેના માલિક મનસુખભાઈ પટેલ દ્વારા પાર્ટી પ્લોટ બનાવવા માટે ભાડે આપ્યા હતા પોતે રહેણાક હેતુ હોવા છતાં કોમેશિયલ બાંધકામ માટે પ્લોટ ભાડે આપ્યા બાદ બાંધકામ શરૂ થતા આશરે 80 ટકા જેટલું બાંધકામ પૂર્ણ થયું ત્યારે બાંધકામનો કેટલોક હિસ્સો અન્ય નિવૃત પીએસઆઇની માલિકીના પ્લોટમાં કર્યો હોવાનું સામે આવ્યું હતું જેને લઈ વિવાદ ઊભો થયો હતો
- Advertisement -
જોકે આ વિવાદ હજુ સમાયો નથી ત્યાં સામે આવ્યું હતું કે પતિ પ્લોટના બાંધકામ અંગે રહેણાક મકાનની પરમીશન લેવાઈ છે જ્યાં પતિ પ્લોટ માટેનું રસોડું બનાવામાં આવ્યું છે અને બાકીના પ્લોટમાં જે પણ બાંધકામ થયું છે તેની કોઈ મંજૂરી લેવાઈ નથી જેને લઇ ધ્રાંગધ્રા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવાના આદેશ આપ્યા હતા અને ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા સ્થળ વિઝિટ કરવાં જતા પતિ પ્લોટના કમ્પાઉન્ડ બહાર ગેટ પર તાળા મારી અંદર બાંધકામનું કામ ચાલતું હોવાનું સામે આવ્યું હતું. જેને લઇ હાલ મંજૂરી વગરનું બાંધકામ અટકાવવા માટે નગરપાલિકા દ્વારા નોટિસ આપવા માટેની પ્રક્રિયા હાથ ધરી છે.
પાર્ટી પ્લોટના કમ્પાઉન્ડમાં તાળાં મારી અંદર બાંધકામ શરૂ રાખ્યું
“ખાસ-ખબર” અહેવાલ બાદ રહેણાક હેતુ પર પાર્ટી પ્લોટની બાંધકામ થતા અધિકારીઓના ડરથી કંપાઉન્ડની બહાર ગેટ પર તાળા મારી અંદર બાંધકામ શરૂ રાખ્યું હતું એટલે જો કોઈ અધિકારી અહીં તપાસમાં આવે તો ગેટ પર તાળું જોઈને પરત ફરી જાય પરંતુ પ્લોટ માલિકનો આ પ્લાન પણ ફેલ ગયો હતો અને બાંધકામ અંગે પાલિકાની ટીમ દ્વારા સ્થળ તપાસ કરી નોટિસ આપવાની પ્રક્રિયા હાથ ધરી છે.
- Advertisement -