ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે નાગપુરમાં રમવામાં આવતી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પહેલી ટેસ્ટ મેચ ટીમ ઈન્ડિયા એ 132 રને જીતી લીધી છે.
ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ (IND vs AUS) 132 રને જીતી લીધી છે. ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે નાગપુરમાં રમવામાં આવતી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પહેલી ટેસ્ટ મેચના ત્રીજા દિવસેના પહેલા સત્રમાં ભારતીય ટીમનો પ્રથમ દાવ 400 રનમાં સમેટાઈ ગયો છે. સામે ઓસ્ટ્રેલિયન ટીમના પ્રથમ દાવના સ્કોર સામે ભારતે 223 રનની લીડ લઈને મેચમાં પોતાની પકડ મજબૂત કરી લીધી હતી.
- Advertisement -
1ST Test. India Won by an innings and 132 Run(s) https://t.co/SwTGoyHfZx #INDvAUS @mastercardindia
— BCCI (@BCCI) February 11, 2023
- Advertisement -
ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં બોલિંગ શરૂ કરી કે કાંગારુ ટીમે દમ તોડી દીધો. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ મોટી જીત મેળવી છે. નાગપુરમાં રમાયેલી આ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને માત્ર ત્રણ દિવસમાં ઇનિંગ્સ અને 132 રને હરાવ્યું હતું. બીજા દાવમાં ઓસ્ટ્રેલિયાએ રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાની જોડી સામે સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી હતી. ટીમ ઈન્ડિયા હવે 4 ટેસ્ટ મેચની શ્રેણીમાં 1-0થી આગળ છે.
𝗩𝗶𝗰𝘁𝗼𝗿𝘆 𝗶𝗻 𝗡𝗮𝗴𝗽𝘂𝗿! #TeamIndia 🇮🇳 win by an innings & 1️⃣3️⃣2️⃣ runs and take a 1️⃣-0️⃣ lead in the series 👏🏻👏🏻
What a start to the Border-Gavaskar Trophy 2023 👌🏻
Scorecard ▶️ https://t.co/SwTGoyHfZx…#INDvAUS | @mastercardindia pic.twitter.com/jCVDsoJ3i6
— BCCI (@BCCI) February 11, 2023
ઓસ્ટ્રેલિયાની ટીમ તેની પ્રથમ ઇનિંગમાં માત્ર 177 રન જ બનાવી શકી હતી તેની સામે ભારતીય ટીમે પોતાની પ્રથમ ઇનિંગમાં 400 રન બનાવ્યા અને 223 રનની જંગી લીડ મેળવી લીધી. આજના દિવસે બીજી ઇનિંગમાં કાંગારૂ ટીમ માત્ર 91 રન બનાવી ટીમ ઈન્ડિયા તેને ઓલ્આઉટ કરી દીધી હતી. બીજી ઇનિંગમાં અશ્વિને 5 વિકેટ, જાડેજાએ 2 વિકેટ, શમ્મીએ બે વિકેટ અને અક્ષર પટેલે એક વિકેટ લીધી હતી.