વર્લ્ડકપ પહેલા ઑસ્ટ્રેલિયાને મોટો ઝટકો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.02
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે ઝ20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેમણે મંગળવારે (બીજી સપ્ટેમ્બર) આ માહિતી આપી હતી. ઓસ્ટ્રેલિયા ક્રિકેટે સત્તાવાર રીતે તેમની નિવૃત્તિની પુષ્ટિ કરી છે. મિચેલ સ્ટાર્કે કહ્યું કે ’મારી માટે ટેસ્ટ ક્રિકેટની પ્રાથમિકતા સૌથી વધુ રહી છે. ટી20ની મેચોની મજા માણી, ખાસ કરીને 2021 ટી20 વર્લ્ડકપમાં ખૂબ શાનદાર અનુભવ રહ્યો. હવે ભારત સામે ટેસ્ટ સીરિઝ, એશેઝ અને 2027 વનડે વર્લ્ડકપને જોતાં મને લાગે છે કે આ જ યોગ્ય સમય છે. નવા બોલર્સને મોકો મળશે.’ 35 વર્ષીય મિચેલ સ્ટાર્કે વર્ષ 2012માં પાકિસ્તાન સામેની મેચમાં ટી20 ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ગયા વર્ષે ભારત વિરુદ્ધ ગ્રોસ આઈલેટમાં તે છેલ્લી ટી20 મેચ રમ્યો. તેણે 65 મેચોમાં કુલ 79 વિકેટ ખેરવી. તે ઑસ્ટ્રેલિયા માટે ટી20માં બીજો સૌથી વધુ વિકેટ લેનારો બોલર છે. પહેલા ક્રમાંકે એડમ ઝામ્પા છે જેણે 103 મેચોમાં 103 વિકેટો ખેરવી છે. ટી20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લીધા પછી, મિચેલ સ્ટાર્ક આઈપીએલમાં રમતા જોવા મળશે. સ્ટાર્કે છેલ્લી 2 આઈપીએલ સીઝનથી ઘણી કમાણી કરી છે. સ્ટાર્ક આઈપીએલ 2024માં સૌથી મોંઘો ખેલાડી બન્યો, જ્યારે કોલકાતા નાઈટ રાઇડર્સે આ ખેલાડીને 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો. જો કે, આ સીઝન તેના માટે ખાસ નહોતી અને કેકેઆરએ તેને આઈપીએલ 2025 પહેલા રિલીઝ કરી દીધો. ત્યારબાદ સ્ટાર્ક આઈપીએલ 2025માં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા જોવા મળ્યો હતો.મિચેલ સ્ટાર્કે ઓસ્ટ્રેલિયા માટે 65 ટી20 ઇન્ટરનેશનલ મેચ રમી હતી, જેમાં સ્ટાર્કે બોલિંગ કરતી વખતે 79 વિકેટ લીધી હતી. આ ઉપરાંત જો આપણે સ્ટાર્કના ઈંઙક કારકિર્દીની વાત કરીએ, તો તેણે અત્યાર સુધી ઈંઙકમાં ફક્ત 51 મેચ રમી છે, જે દરમિયાન સ્ટાર્કે બોલિંગ કરતી વખતે 65 વિકેટ લીધી હતી.
- Advertisement -
મિચેલ સ્ટાર્ક T20I સૌથી વધુ વિકેટ લેનાર બોલર
અહેવાલો અનુસાર, મિચેલ સ્ટાર્કે ઝ20 વર્લ્ડ કપ 2026ના થોડા મહિના પહેલા જ નિવૃત્તિની જાહેરાત કરી છે. તેમણે છેલ્લે ગયા ઝ20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા માટે ઝ20 ઈન્ટરનેશનલ મેચ રમી હતી. ટેસ્ટ અને ઘઉઈં ક્રિકેટ ઉપરાંત, મિચેલ સ્ટાર્ક હવે સ્થાનિક ઝ20 લીગમાં રમતા જોવા મળશે. આમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે ઈંઙકનો સમાવેશ થાય છે. મિશેલ સ્ટાર્ક ઓસ્ટ્રેલિયા માટે ઝ20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. તેણે આ ફોર્મેટમાં 79 વિકેટ લીધી હતી. તેમનાથી આગળ એડમ ઝામ્પા છે, જેમણે 130 વિકેટ લીધી છે.