મેયર ડૉ.પ્રદિપ ડવ, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, અને દંડક સુરેન્દ્રસિંહ વાળા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, આજરોજ આષાઢી બીજના શુભ અવસરે શહેરીજનોને તથા રાજકોટ શહેરમાં રહેતા કચ્છના તમામ ભાઈ-બહેનોને નવા વર્ષની હ્રદયપૂર્વક શુભકામના.
રાજકોટ શહેર કોરોનામુક્ત શહેર બંને તેમજ તમામ શહેરીજનોને આરોગ્ય સારુ રહે ઉપરાંત મેઘરાજાની અસીમ કૃપા રહે તેવી આજના શુભ પ્રસંગે ભગવાન જગન્નાથજીને હ્રદયપૂર્વક પ્રાર્થના.
- Advertisement -