ગીર પૂર્વ વન વિભાગ દ્વારા વિશ્ર્વ સિંહની ઉજવણી માટે બેઠક યોજાઇ
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
- Advertisement -
ગીર પૂર્વ વન વિભાગ દ્વારા આગામી 10 ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ધારી શહેર નજીક આવેલા કેસરી સદન ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક ગીર પૂર્વ વન વિભાગના નાયબ વન સંરક્ષક (ઉઈઋ) વિકાસ યાદવના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા શિક્ષણ અધિકારી ગોહિલ, જિલ્લા નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારી સોલંકી તેમજ વિશ્વ સિંહ દિવસ ઉજવણીના જિલ્લા કોઓર્ડિનેટર અજીતસિંહ ગોહિલ સહિત વન વિભાગ અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, સર્કલ ઓફિસર (ઈઘ) અને તાલુકા કોઓર્ડિનેટર (ઝઈઘ) જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામા આવી હતી.
આ વર્ષે અમરેલી જિલ્લામાં વિશ્વ સિંહ દિવસને ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું જે સિંહોના સંરક્ષણ અને જનજાગૃતિ માટે એક અનોખો પ્રયાસ છે. બેઠકમાં ઉજવણીના વિવિધ પાસાઓ અને કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. ઉઈઋ વિકાસ યાદવે જણાવ્યું હતું કે, વિશ્વ સિંહ દિવસ એ માત્ર સિંહોના સંરક્ષણ માટે જ નહીં પરંતુ પર્યાવરણ અને વન્યજીવન પ્રત્યે જાગૃતિ લાવવા માટે પણ એક સુવર્ણ તક છે. અમરેલી જિલ્લામાં તેને ગીરની દિવાળી તરીકે ઉજવણી સમાજમાં એક સકારાત્મક સંદેશ આપવા માંગીએ છીએ. આ ભવ્ય ઉજવણીમાં સ્થાનિક લોકો, વિદ્યાર્થીઓ અને પર્યાવરણ પ્રેમીઓને જોડવામાં આવશે જેથી સિંહ સંરક્ષણના પ્રયાસોને વધુ વેગ મળી શકે. અમરેલી જીલ્લામાં 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ ગીરની દિવાળી તરીકે ઉજવાશે