પ્રાચીન-અર્વાચીન શાસ્ત્રીય નૃત્ય કૃતિઓની પ્રસ્તુતિથી પ્રેક્ષકો ઝૂમી ઉઠ્યા
‘મા ગરબો કોરાવ્યો ગગનગોખ’ના ઉત્કૃષ્ટ ભાવ સાથે મા જગદંબાની ભક્તિનો અદ્ભુત કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય કલા સંસ્થા ‘કંકણ’ દ્વારા તા. 23 ને શનિવારે રાત્રે હેમુ ગઢવી હોલમાં યોજાય ગયો. મા જગદંબાની આરતીમાં સમગ્ર પ્રેક્ષકગણે હાથમાં દીપ રાખીને માની અનન્ય ભક્તિ કરી. વાતાવરણમાં દિવ્યતા છવાઈ ગઈ અને એક પછી એક કૃતિ ‘કંકણ’ દ્વારા પ્રસ્તુત થતી ગઈ અને પ્રેક્ષકો માની ભક્તિમાં અભિભૂત બનતા ગયા. કાર્યક્રમના અંત સુધી કોઈ પ્રેક્ષક ખુરશી છોડીને નીકળ્યું ન હતું. તેમાં કાર્યક્રમની ચાહના દર્શન હતાં. સરગમ કલબ, ગેલેક્સી ગ્રુપ તથા શ્રી હંસ એજ્યુકેશન ટ્રસ્ટ, અરવિંદભાઈ મહેતા, મનીષભાઈ સુરેશભાઈ નંદવાલા વગેરેનો સહયોગ મળ્યો હતો. ‘કંકણ’ના ‘મા ગરબો કોરાવ્યો ગગનગોખ’ના કાર્યક્રમમાં કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, ગુણવંતભાઈ ડેલાવાળા, ડો. ઘનશ્યામભાઈ જાગાણી, અલ્પાબેન ત્રિવેદી, ભરતભાઈ યાજ્ઞિક, સોનલબેન સાગઠીયા દીપ પ્રાગટ્યમાં જોડાયા હતાં. ઉપરોક્ત કાર્યક્રમમાં ‘અકિલા’ના કિરીટભાઈ ગણાત્રા, હંસદેવજી નથુરામ સાગઠીયા, ડો. ઘનશ્યામભાઈ જાગાણી વગેરેની પ્રેરણા ‘કંકણ’ માટે આશીર્વાદરૂપ હતી. ‘કંકણ’ના ટ્રસ્ટી નીલેશભાઈ ભોજાણીનો સહયોગ અનન્ય રહ્યો હતો. કાર્યક્રમમાં સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા તથા મહાત્મા ગાંધી ચેરી. ટ્રસ્ટના ડો. અલ્પનાબેન ત્રિવેદી વગેરે આરતીમાં જોડાયા હતા.
‘કંકણ’ના કાર્યક્રમનું ‘અકિલા’ સાંધ્ય દૈનિક દ્વારા લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું અને 50થી વધારે દેશોના હજારો લોકોએ લાઈવ કાર્યક્રમ માણ્યો હતો. ‘કંકણ’ના કાર્યક્રમમાં પ્રાચીન, અર્વાચીન, પ્રયોગાત્મક, રાસ-રાસડો, ઘંટારો, રામસાગર, તેરાતાલી, મંજીરા, વિંઝણો, કચ્છી ગજિયો, બેઠો ગરબો, દિવારાસ, માંડવડી, જવેરા, માનો ઘોડો, સીમાણી રૂમાલ, મટુડી, ઘહુલિયો, દાંડિયા, સોળંગો નવદુર્ગા, નવભાળ, હુડો, સુખડારાસ, જાળી ગરબો, હમચી ટીટોડો તથા અન્ય કૃતિઓ રજૂ થઈ હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પરિકલ્પના તથા કંકણ ગ્રુપની નૃત્ય નિર્દેશિકા કલાધારિત્રી સોનલબેન સાગઠીયાએ કરેલ હતું તથા સહનૃત્ય નિર્દેશક શ્રેયા દક્ષાબેન, સંગીતાબેન, શુભ દક્ષાબેન, મયુરીબેન, યેશાકૃતિ કિમાણી હિરલ જાગૃતિ, લોટીયા તથા ટવીકલ સવિતા જાગાણી વગેરેએ ભૂમિકા ભજવી હતી. ‘મા ગરબો કોરાવ્યો ગગનગોખ’ના કાર્યક્રમમાં કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, કોંગ્રેસના વશરામભાઈ સાગઠીયા, ભરતભાઈ યાજ્ઞિક, ગુણવંતભાઈ ડેલાવાળા ડો. મહેશભાઈ બાબુ (કલેકટર), વશરામભાઈ સાગઠીયા, હેલીબેન ત્રિવેદી વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
- Advertisement -



