ડીપોઝીટ પૂરેપૂરી પરત આપવી, મેળો લંબાવી 6 દિવસનો સહિતની માંગણીઓ વહીવટી તંત્ર સમક્ષ રજુ કરાઈ
મેળાનો સમય રાત્રે 12 સુધી કરવા માંગ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર લોકમેળા સમિતિ દ્વારા આગામી તા.5 થી 9 સપ્ટેમ્બર સુધી રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આયોજીત કરાયેલ રસરંગ લોકમેળાનાં યાંત્રીક રાઈડસનાં વધારો કરવો લોકમેળા બાદ ડીપોઝીટની રકમ પુરેપુરી પરત કરવી સહિત પ્રશ્નો કલેકટર તંત્રનાં અધિકારીઓ સમક્ષ રજુ કરી તેઓ આ પ્રશ્ર્નોનાં ઉકેલ બાદ જ હરાજીમાં ભાગ લેશે તેવું અલ્ટીમેટમ આપી દીધુ હતું.
હરાજીનાં આજે બીજા દિવસે યાંત્રીક રાઈડસની 44 પ્લોટની યોજવામાં આવેલી હરાજીમાં ફોર્મ ભરનાર 86 વેપારીઓને બોલાવવામાં આવેલ હતા. પરંતુ વેપારીઓએ પોતાના પ્રશ્ર્નોની રજુઆત કરી હરરાજીનો બહિષ્કાર કરી દીધો હતો. જયારે યાંત્રીક રાઈડસની ટીકીટનાં દરમાં અગાઉ રૂા.10 નો વધારો કરી રૂા.30 ના 40 કરવામાં આવેલ છે.પરંતુ જે હાલની મોંઘવારી મુજબ ઓછા હોય ટીકીટનાં દર રૂા.40 થી વધારી રૂા.50 કરવા તેઓની માંગણી છે. તેની સાથોસાથ મેળાનો સમય રાત્રીના 10 ના બદલે 12 કલાકનો કરવો. મેળામાં પાથરણાવાળાઓના પ્રવેશ પર રોક લગાવવી, મેળા બાદ ડીપોઝીટની રકમ પુરેપુરી પરત આપવી આ ઉપરાંત તા.10 સપ્ટેમ્બરનાં રવિવાર હોવાથી લોકમેળો છ દિવસનો કરવાની તેઓની માંગણી છે.
સંચાલક વેપારીઓની તંત્ર પાસે માગ
- Advertisement -
-રાઈડસની ટિકિટના દર રૂા.40થી વધારી રૂા.50 કરવા
-રાત્રીનાં 10ના બદલે 12 વાગ્યા સુધી મેળો ચાલુ રાખવો
-પાથરણાવાળાઓના પ્રવેશ પર રોક લગાવવી
-ડીપોઝીટની રકમ પૂરેપુરી પરત આપવી
-લોકમેળો તા.10ના રવિવાર આવતો હોય 6 દિવસનો કરવો