ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ 30 નવેમ્બરે આઇપીએલ માટે મેગા ઓક્શનનું આયોજન કરી શકે છે. અહેવાલો અનુસાર, બીસીસીઆઈએ હજુ સુધી કંઈ નક્કી કર્યું નથી પરંતુ નવેમ્બરના છેલ્લાં સપ્તાહએ મોટી હરાજી યોજવામાં આવી શકે છે. આ ઉપરાંત હરાજી માટે જગ્યા નક્કી કરવા માટે પણ સભ્યોમાં ચર્ચા ચાલી રહી છે. સંભવિત સ્થળોમાં દુબઈનો સમાવેશ થાય છે.
બદાની ડીસીના મુખ્ય કોચ બન્યાં
દિલ્હી કેપિટલ્સએ નવાં કોચિંગ સ્ટાફની નિમણૂક કરી છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર હેમાંગ બદાણીને મુખ્ય કોચ અને વેણુગોપાલ રાવને આઇપીએલમાં ટીમનાં ક્રિકેટ ડિરેક્ટર બનાવવામાં આવ્યાં છે. બદાણીએ 2021 થી 2023 દરમિયાન ફિલ્ડિંગ કોચ અને પછી બેટિંગ કોચ તરીકે સનરાઇઝર્સ હૈદરાબાદના સાથે કામ કર્યું છે. તે જ સમયે, રાવએ ડેક્કન ચાર્જર્સ અને દિલ્હી ડેરડેવિલ્સ સાથે રમ્યાં છે.
- Advertisement -
સ્ટેનને એસઆરએચ છોડી દીધું
દક્ષિણ આફ્રિકાનાં ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ડેલ સ્ટેને પુષ્ટિ કરી છે કે તે આઇપીએલની આગામી સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદનો બોલિંગ કોચ નહીં બને. જો કે, તે સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપ સાથે રહેશે, જે પ્રથમ બે સિઝનમાં એસએ 20 લીગ જીતનાર સનરાઇઝર્સની બીજી ટીમ છે.
સ્ટેઇને સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું,કે ’સનરાઇઝર્સ હૈદરાબાદનો આભાર, જેમની સાથે હું આઇપીએલમાં બોલિંગ કોચ હતો. કમનસીબે, હું આઇપીએલ 2025 માટે પરત ફરીશ નહીં. ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ બોલર જેમ્સ ફ્રેન્કલિન તેનું સ્થાન લેશે.
પંજાબનો સપોર્ટ સ્ટાફ અકબંધ
પંજાબ કિંગ્સે નવી સિઝન માટે રિકી પોન્ટિંગને મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા પછી ગત સિઝનના સપોર્ટ સ્ટાફને જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. એક સૂત્ર અનુસાર, બોલિંગ કોચ તરીકે જેમ્સ હોપ એકમાત્ર બદલાવ કરવામાં આવ્યો છે.
- Advertisement -
સ્પિન કોચ સુનિલ જોશી, બેટિંગ કોચ બ્રેડ હેડિન અને ફિલ્ડિંગ કોચ ટ્રેવર ગોજાલ્વેસ, જેઓ ગયાં વર્ષે ટ્રેવર બેલિસના સપોર્ટ સ્ટાફનો ભાગ હતાં, તેઓ પોન્ટિંગના સપોર્ટ સ્ટાફમાં બની રહેશે.