ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ નગરપાલિકા દ્વારા નવનિર્મિત સોમનાથ ફૂડ ઝોન ની 48 દુકાનોની હરાજી કરવામાં આવી હતી. સંપૂર્ણ રીતે પારદર્શક રીતે નગરપાલીકાનો સ્ટાફ, નગરજનો અને વેપારી મિત્રોની બહોળી હાજરી વચ્ચે દુકાનોની હરાજી કરવામાં આવી હતી.વેરાવળ શહેરની મધ્યમાં આવેલ સોમનાથ ફૂડ ઝોનની હરાજીમાં સૌથી વધુ બોલી 14 લાખ 25 હજારની બોલવામાં આવી હતી.
આવનારા ટૂંક સમયમાં સોમનાથ નગરને શાકાહારી ફૂડ ઝોન મળશે અને એક જ જગ્યા એ અવનવી વાનગીઓ એકજ સ્થળ પર મળશે આ તકે પાલિકા પ્રમુખ પિયુષ ફોફંડી, ચીફ ઓફિસર ચેતન ડુડિયા, ઉપપ્રમુખ કપિલ મહેતા અને નગરસેવકોમાં બાદલ હુંબલ, કિશન જેઠવા આ હરાજીમાં ઉપસ્થિત રહ્યા હતા અને પીઆઇ સુનીલ ઈશરાણીએ પણ હાજરી આપી હતી.