જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજકોટમાં જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે, આગામી તા.5 થી 9 સપ્ટેમ્બર દરમિયાન રેસકોર્સ ખાતે યોજાનારા “રસરંગ લોકમેળા”માં યાંત્રિક રાઇડ્સ માટે વિવિધ કેટેગરીમાં પ્લોટની ફાળવણીની હરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જિલ્લા કલેકટર પ્રભવ જોષીના હકારાત્મક વલણ સાથે સંપન્ન થયેલી વિવિધ 44 યાંત્રિક પ્લોટની હરાજીમાં કુલ રૂ. 1 કરોડ 42 લાખ 22 હજારની બોલી થયેલી હતી.
જૂની કલેકટર કચેરી ખાતે મામલતદાર કે. એ. કરમટા, રુદ્ર ગઢવી, પડધરી મામલતદાર ચુડાસમા તેમજ પ્રાંત ઓફિસના કર્મચારીઓ દ્વારા 86 અરજ્દારોની ઉપસ્થિતિમાં આ હરરાજી યોજાઈ હતી.
- Advertisement -
આ તકે 44 પ્લોટની હરરાજીમાં ઈ- કેટેગરીમાં 6 પ્લોટના રૂ. 17,70,000, એફ કેટેગરીમાં 4 પ્લોટના રૂ. 7,20,000, જી-1 કેટેગરીમાં 10 પ્લોટના રૂ. 36,35,000, જી-2 કેટેગરીમાં 15 પ્લોટના રૂ. 47,31,000 તેમજ એચ. કેટેગરીના 9 પ્લોટના રૂ. 33,36,000ની બોલી થતા તંત્રને કુલ રૂ. 1,42,22000 ની આવક થવા પામી છે.
જયારે એ કેટેગરીના ખાણીપીણીના 2 પ્લોટના રૂ. 5,10,000ની આખરી કુલ આવક થઈ હોવાનું લોકમેળા અમલીકરણ સમિતિના અધ્યક્ષની યાદીમાં જણાવાયું છે.