પાણી પુરવઠા અને પશુપાલન વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને જસદણ પ્રાંત કચેરી ખાતે એ.ટી.વી.ટી.(આપણો તાલુકો-વાઇબ્રન્ટ તાલુકો) યોજનાની સમીક્ષા બેઠક યોજાઇ હતી.

- Advertisement -
જસદણ અને વીંછીયા તાલુકામાં એ.ટી.વી.ટી. હેઠળ રૂ. ૨૫૦ લાખના વિકાસ કામોનું આયોજન થયું હતું. જેમાં જસદણ અને વિછિયા તાલુકાઓમાં સી.સી. રોડ, ભૂગર્ભ ગટર, કમ્પાઉન્ડ વોલ, શેડ વગેરે વિકાસ કામો કરવા અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

મંત્રીકુંવરજીભાઈ બાવળિયાએ વિકાસકામો ગુણવત્તાયુક્ત બને તે માટે તાકીદ કરી હતી. વિવિધ કામો સમય મર્યાદામાં પૂર્ણ કરવા, પ્રગતિ હેઠળના કામોનું તબક્કાવાર નિરીક્ષણ કરી તેનું ડોક્યુમેન્ટેશન કરવા અને સમગ્ર તાલુકાઓનો સમતોલ વિકાસ થાય તે રીતે વિકાસ કામોના આયોજન કરવા ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી હતી.
- Advertisement -

આ બેઠકમાં પ્રાંત અધિકારી પી.કે. ગલચરે વિકાસકામોના આયોજનની વિસ્તૃત વિગતો રજુ કરી હતી. આ તકે તાલુકા વિકાસ અધિકારી પારસ વાંદા અને સોલંકી, મામલતદાર ઝાલા અને ભેંસાણીયા સહિતના અધિકારીઓે ઉપસ્થિત રહ્યા હતા. 


