બડે બેઆબરૂ હો કે તેરી સભા સે હમે નીકલે…
ભ્રષ્ટાચારમાં ખરડાયેલાં, ભ્રષ્ટાચાર થકી વગોવાયેલાં શિક્ષણ સમિતિનાં ચેરમેન અતુલ પંડિતનો ફજેતો…
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિવાદાસ્પદ અને ભ્રષ્ટ ચેરમેન અતુલ પંડિતને ગતરોજ રેસકોર્સ મેદાન ખાતે યોજાયેલી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની જનસભામાં હોદ્દાને અનુરૂપ સ્થાન આપવામાં કે બેઠક વ્યવસ્થા ફાળવવામાં આવ્યા ન હતા. રાજકોટ ખાતે યોજાયેલી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની જનસભામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત વીવીઆઈપી બેઠક વ્યવસ્થામાં ગમેતેમ કરીને ઘૂસી તો ગયા હતા પરંતુ તેમને વીવીઆઈપી બેઠક વ્યવસ્થામાં બેસવા દેવામાં ન આવતા ભોંઠા પડેલા અતુલ પંડિત સોફાની કિનારી પર બેસેલા જોવા મળ્યા હતા. આટલું જ નહીં, અતુલ પંડિતના વોર્ડના કાર્યકરોને પણ વીવીઆઈપી બેઠક વ્યવસ્થામાં બેસવા માટે ચોક્કસ સ્થાન ફાળવવામાં આવ્યું હતું પણ અતુલ પંડિત શિક્ષણ સમિતિના ચેરમેન હોવા છતાં તેમને વીવીઆઈપી બેઠક વ્યવસ્થા ચોક્કસ સ્થાન ફાળવવામાં ન આવતા તેમને ક્યાંક તેમના કૌભાંડોની સજા મળવાનું તો શરૂ નથી ગયુને એવું ચર્ચાઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાંક સમયથી રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ચેરમેન અતુલ પંડિતે કરેલા કેટલાંક કૌભાંડો પ્રકાશમાં આવતા તેમને બ્રહ્મસમાજ, સંઘ અને ભાજપના એક ગ્રુપમાંથી ઝાકારો મળી રહ્યો છે. આમ છતાં અતુલ પંડિત પોતાના સમાજ, સંઘ અને ભાજપના અન્ય એક ગ્રુપને ઉલ્ટા ચશ્માં પહેરાવવા સફળ સાબિત થયા છે એટલે ગેરવહીવટ આચાર્યા બાદ પણ હજુ સુધી તેમનો વાળ વાંકો થયો નથી. જોકે હવે અતુલ પંડિતના કારનામાઓ બ્રહ્મસમાજ, સંઘ અને ભાજપના એક ગ્રુપ બાદ અન્ય એક ગ્રુપ પાસે પણ ઉઘાડા પડવાના શરૂ થઈ ગયા હોય તેમને તેમણે કરેલા કુકર્મોની સજા મળવાની શરૂ થઈ છે અને તેના પરિણામસ્વરૂપે જ ગતરોજ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાયેલી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની જનસભામાં શિક્ષણ સમિતિના ચેરમેનના હોદ્દાને અનુરૂપ બેઠક વ્યવસ્થા ફાળવવામાં આવી નહતી એવું કહેવાય રહ્યું છે.
- Advertisement -
ચેરમેનને બેસવાની જગ્યા ન આપી, પ્રિન્સિપાલ મોદીને મળી આવ્યા!
ગતરોજ રેસકોર્સ ખાતેની ઙખ મોદીની જનસભામાં એક તરફ રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિતને બેસવાની જગ્યા આપવામાં ન આવી હતી તો બીજી તરફ રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નં. 66ના આચાર્ય નિલમ પરમાર છેક સ્ટેજ પર ઙખ મોદી સુધી પહોંચી શક્યા હતા. આ અંગે એવી ચર્ચા એ જોર પકડ્યું છે કે, શિક્ષણ સમિતિના એક ભ્રષ્ટ અને વિવાદાસ્પદ અધિકારીના અંતરમનની ઈચ્છાના કારણે આ બધું શક્ય બન્યું છે. ભરોસાની ભાજપ સરકારમાં રાજકોટ શિક્ષણ સમિતિ રામ ભરોસે જ ચાલે છે એ આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે.