મણિપુરના મુખ્યમંત્રીના ઘર પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યાની ઘટના સામે આવી છે. હાલ તો પોલીસે દેખાવકારોને 500 મીટર પહેલાં જ અટકાયત કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ દ્વારા ટોળાને કાબુમાં લેવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા.
મણિપુરમાં ફરી હિંસા ભડકી
- Advertisement -
જુલાઇથી ગુમ થયેલા બે મૈતેઈ વિદ્યાર્થીઓના મૃતદેહોના ફોટોગ્રાફ્સ સપાટી પર આવ્યા બાદ મણિપુરમાં ફરી હિંસા ભડકી ઉઠી છે. બુધવારે રાજધાની ઈમ્ફાલ સહિત અનેક સ્થળોએ પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી.
હિંસામાં પચાસ લોકોને ઈજા
મણીપુરમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે. પ્રદર્શનકારીઓમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સામેલ હતા. આ હિંસામાં 50 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાંથી મોટાભાગના શાળાના વિદ્યાર્થીઓ છે.
- Advertisement -
ભાજપ કાર્યલયમાં પણ પ્રદર્શનકારીઓઓ લગાવી આગ
બુધવારે વિરોધીઓએ થોબુલ જિલ્લામાં આવેલે ભાજપ કાર્યાલયમાં આગ ચંપી કરી હતી. ઇમ્ફાલમાં ભાજપ અધ્યક્ષ શારદા દેવીના ઘર પર હુમલો કર્યો અને મુખ્યમંત્રી એન બિરેન સિંહનું પૂતળું પણ બાળવામાં આવ્યું હતું. ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં પ્રદર્શનકારીઓએ ડેપ્યુટી કલેક્ટરના ઘરને આગ લગાડવાનો પ્રયાસ કર્યો હતો.