પશ્ર્ચિમ બંગાળના હાવડા સહિતના ક્ષેત્રોમાં ‘રામભકતો’ નિશાન બન્યા
દેશમાં ગઈકાલે રામનવમી પર પ.બંગાળ-બિહાર-રાજસ્થાન-ઝારખંડ-મધ્યપ્રદેશ તથા ગુજરાત સહિતના સ્થળો પર રામનવમી શોભાયાત્રા અને રામભકતો પર હુમલા થતા કેન્દ્ર અને રાજય સરકારો ચોંકી ઉઠી છે તથા દેશભરમાં તેનો આક્રોશ વ્યક્ત થઈ રહ્યો છે. ગુજરાતમાં રામનવમીએ અનેક શહેરોમાં શોભાયાત્રા યોજાય છે અને પરંપરાગત યાત્રા શાંતિથી પસાર થાય છે. તેના પર ગઈકાલે ત્રણ શહેરોમાં વ્યાપક હુમલા થયા હતા.
પશ્ચિમ બંગાળમાં હાવડા-સીલીગુડી હાવડા સહિતના શહેરોમાં રામનવમી શોભાયાત્રા પર પત્થરમારો થયો હતો અને કેટલાક સ્થળોએ યાત્રા માર્ગમાં આગ પણ લગાડાઈ હતી. પ.બંગાલમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગાવાહીની એ આ શોભાયાત્રાનું આયોજન કર્યુ હતું. હાવરામાં ફઝીર બજાર અને જીટી રોડ પર આ યાત્રા પર હુમલા થયા હતા.
આયોજકોમાં આક્ષેપ છે કે, આ હુમલા છતાં પોલીસ મૂક પ્રેક્ષક બની રહી હતી. ટવીટર પર આ પ્રકારના હુમલાના અનેક વિડીયો અપલોડ થયા હતા. પોલીસે કેટલાક સ્થળોએ લાઠીચાર્જ તથા વોટરકેનન અને ટીયરગેસની તોફાનીઓને રોકવા પ્રયાસ કર્યા હતા. આ હુમલાના પગલે અનેક સ્થળોએ શોભાયાત્રા અધુરી છોડવી પડી હતી.
- Advertisement -
ભાજપે આક્ષેપ કર્યો કે, પ.બંગાળમાં રામ ભકતો સલામત નથી. આ ઉપરાંત મધ્યપ્રદેશના બડવાની અને ઝારખંડના લોહરદંગામાં પણ રામનવમી શોભાયાત્રા પર હુમલા થયા હતા. મધ્યપ્રદેશમાં ખરગાવમાં શોભાયાત્રા સમયે હીંસા થતા આ શહેરના ત્રણ ક્ષેત્રોમાં કર્ફયુ લાદી દેવાયો છે અને સમગ્ર શહેરમાં કલમ 144 નો અમલ થયો છે. અહી પત્થરમારીમાં પોલીસ તથા નાગરિકોને ઈજા થઈ હતી.
- Advertisement -
આ શહેરમાં લઘુમતી ક્ષેત્રમાંથી પસાર થઈ રહી હતી તે સમયે તેના પર પત્થરમારો થયો હતો બાદમાં અહી શિતળા માતાના મંદિરમાં પણ તોડફોડ થઈ હતી. ઝારખંડમાં લોહારદંગાના હીરડી-હેંગલાસો કુંજલ ગામમાં શોભાયાત્રામાં સામેલ લોકો પર એક ખાસ સમુદાયના લોકોએ પત્થરમારો કર્યો અને અહી રામમંદિર પાસે મેળા જેવું વાતાવરણ હતું ત્યાં તોફાની ટોળાએ ઘુસીને 10 મોટર બાઈક અને એક પીકઅપ વાનને આગ લગાડી હતી. આ પ્રકારે ત્રણ સ્થળોએ હુમલા થયા હતા. મધ્યપ્રદેશના ઉપરાંત રાજસ્થાનમાં પણ રામનવમી હુમલો થયો હતો.
માંસાહાર મામલે JNUમાં વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી કેમ્પસમાં કાવેરી હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ વચ્ચે જોરદાર ધમાલ-મારામારી થઇ હતી. રામનવમીએ શાકાહારી અને માંસાહારી ભોજન મામલે વિવાદ થતા ઘર્ષણ સર્જાયું હતું તેમાં 15થી વધુ છાત્રો ઘાયલ થયા હતા. આ મામલે તપાસના આદેશ કરવામાં આવ્યા છે. કાવેરી હોસ્ટેલમાં હિન્દુ છાત્રોએ રામનવમી નિમિત્તે હવન તથા પૂજા રાખ્યા હતા. દરમિયાન મુસ્લીમ વિદ્યાર્થીઓએ રોઝા ખોલતી વેળાએ ઇફતાર પાર્ટી રાખી હતી. એકબીજા સહમત હતા. આ દરમ્યાન રામનવમીની પૂજા વખતે જ ઇફતાર પાર્ટીની તૈયારી શરુ થઇ હતી. તેમાં નોનવેજ ભોજન પણ રખાયું હતું. તે મામલે હિન્દુ વિદ્યાર્થીઓએ વાંધો લીધો હતો. અને મામલો બીચક્યો હતો.