ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના રાજ્યસભા સાંસદ બિપ્લબ કુમાર દેબના પૈતૃક ઘરની બહાર મંગળવારે મોડી રાત્રે અજાણ્યા ટોળાએ હુમલો કર્યો હતો.
ત્રિપુરાના ગોમતી જિલ્લાના ઉદયપુર ખાતે ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના રાજ્યસભા સાંસદ બિપ્લબ કુમાર દેબના પૈતૃક ઘરની બહાર મંગળવારે મોડી રાત્રે અજાણ્યા ટોળાએ હુમલો કર્યો હતો. ટોળાએ પૂજારીઓને પણ નિશાન બનાવ્યા હતા. હુમલાખોરોએ આ દરમિયાન વાહનોમાં તોડફોડ પણ કરી હતી.
- Advertisement -
દેવના ઘરે પૂજારીઓ યજ્ઞ કરવા આવ્યા હતા
આ ઘટના ત્યારે બની જ્યારે પૂજારીઓનું એક જૂથ ઉદયપુરના જમજુરી વિસ્તારમાં રાજનગર ખાતે દેબના ઘરે પહોંચ્યું હતું. બુધવારે તેમના પિતાની પુણ્યતિથિ નિમિત્તે પૂજારી દેબના ઘરે યજ્ઞ કરવા આવ્યા હતા. અહેવાલો અનુસાર, બદમાશોએ પૂજારીઓ પર હુમલો કર્યો અને વાહનોની તોડફોડ કરી. આજુબાજુના લોકો અને સ્થાનિક લોકોએ પૂજારીને બચાવ્યા બાદ હુમલાખોરો ભાગી ગયા હતા.
સ્થાનિક લોકોએ વિરોધ શરુ કર્યો
આ ઘટનાનો સ્થાનિક લોકોએ વિરોધ શરૂ કર્યો હતો. લોકોએ હુમલાખોરોની દુકાનોમાં તોડફોડ કરી હતી. આ પછી ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઉપ-વિભાગીય પોલીસ અધિકારી નિરુપમ દેબબર્મા અને અધિક પોલીસ અધિક્ષક દેબાંજના રોય પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પુણ્યતિથિના એક દિવસ પહેલા પૂર્વ સીએમના પૈતૃક ઘર પર થયેલા હુમલાને સીપીએમનું ષડયંત્ર ગણાવવામાં આવી રહ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે કાકરાબનના ધારાસભ્ય રતન ચક્રવર્તીએ મંગળવારે હુમલાખોરો સાથે મુલાકાત કરી હતી.
Tripura | We came here to worship Mata Sundari. While I was here, a large number of people came towards our car & attacked me: J Kaushik, SC lawyer & victim, on miscreants' attack at Tripura ex-CM Biplab Deb's ancestral home in Jamjuri pic.twitter.com/svd4enJMJV
- Advertisement -
— ANI (@ANI) January 3, 2023
CPM પર શંકા વધુ ઘેરી
ક્ષતિગ્રસ્ત વાહન માલિક જીતેન્દ્ર કૌશિકે જણાવ્યું કે હું મા ત્રિપુરા સુંદરી મંદિરના દર્શન કરવા આવ્યો હતો. હું બુધવારે યોજાનાર યજ્ઞની તૈયારીઓ જોવા મારા ગુરુદેવની સૂચનાથી અહીં આવ્યો હતો. અચાનક એક ટોળું આવ્યું, તેઓએ મારા પર હુમલો કર્યો અને મારા વાહનમાં તોડફોડ કરી. તેઓએ બૂમ પાડી કે કાં તો સીપીઆઈ(એમ) હશે અથવા કોઈ નહીં.
હુમલાખોરોની દુકાનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી
આ ઘટનાનો સ્થાનિક લોકોએ વિરોધ શરૂ કર્યો હતો. દેખાવકારોએ હુમલાખોરોની દુકાનોમાં તોડફોડ કરી હતી. આ પછી ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઉપ-વિભાગીય પોલીસ અધિકારી નિરુપમ દેબબર્મા અને અધિક પોલીસ અધિક્ષક દેબાંજના રોય પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા.