કાર ઉપર પથ્થરમારો કરી કાચનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો: ત્રણ મિત્રો પર છરીથી હુમલો
‘આગળ મારા કેસમાં નડતો નહીં નહીંતર મારી નાખીશ’ કહી ધમકી: 9 સામે ગુનો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં વધતી જતી લુખ્ખાગીરી વચ્ચે વધુ એક જાહેરમાં ધબધબાટીનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. રાજકોટના કોઠારીયા ગામ ગોકુળ પાર્કમાં રહેતો અને મજૂરી કરતો રમેશભાઈ દેવરાજભાઈ ગજેરા ઉ.42એ રાજો જાડેજા, ચિરાગ બકાલી, ચંદ્રેશ ઉર્ફે ચંદો ગોહેલ, મિલન બાવાજી દિનેશ કાંચો, પિયુષ સોલંકી, મનીયો મિસ્ત્રી, છોટુ અને એક અજાણ્યા શખ્સ સામે ભક્તિનગર પોલસીમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે હું ગત રાત્રે તેના મિત્રો દિવ્યેશ ઠૂમર, દેવ ટાંક, દેવાંગ પટેલ અને તુષાર વાઘેલા સાથે દિવ્યેશની કારમાં ગોંડલ ચોકડીએ કામ સબબ ગયા હતા ત્યાંથી પરત આવી હોડકો ચોકડી પાસે ચા પીવા કાર ઊભી રાખી હતી પરંતુ પોતાને મોડું થતું હોવાથી ચા પીધી ન હતી આગળ જઈને ફાયર સ્ટેશન સામેથી દૂધ લેવું હોય જેથી દિવ્યેશે કાર ધીમી પાડતા રાજો સહિતના ત્રણ બાઇકમાં ધસી આવ્યા હતા અને દિવ્યેશ પાસે જઈ તું ગાડી ઊભી રાખ અને રમેશને ઉતારી દે મારે તેને મારવો છે કહેતા બીક લાગતાં ગાડી ધીમે ધીમે ચલાવી હતી ત્યારે ડ્રાયવર સાઈડના કાચમાં કોઈ બોટલ ફટકારી કાચ ફોડી નાખ્યો હતો.
અમે કાર હંકારતા તમામ લોકોને પથ્થરમારો કરી કાચ ફોડી નાખ્યા હતા અને છરીથી હુમલો કરતાં મને મારા મિત્રો દિવ્યેશ અને દેવને ઇજાઓ પહોંચી હતી પથ્થરમારો થતાં લોકો એકઠા થઈ ગયા હતા અને જતાં જતાં રાજાએ કહેલ કે મારા કેસમાં નડતો નહીં નહિતર મારી નાખીશ તેવી ધમકી આપી આઠ વર્ષ પૂર્વે રાજાએ પોલીસમેન ભરતભાઈ ગઢવીનું મર્ડર કર્યું હોય આ કેસમાં મારો ભાઈ જીગ્નેશ નજરે જોનાર તાજનો સાક્ષી હોય અને રાજા વિરુદ્ધ કોર્ટમાં જુબાની આપી હોય જેનો ખાર રાખી આ હુમલો કર્યો હોવાનું જણાવતા પીઆઇ સરવૈયા, રાઇટર નિલેશભાઈ મકવાણા સહિતે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.