ખાસ-ખબર ન્યૂઝ અમરેલી, તા.1
અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર ભરત સુતરીયાને બદલાવવાં માટે કાર્યકર્તાઓએ કલસ્ટર પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સમક્ષ રજૂઆત કર્યા બાદ કાર્યકર્તાઓ વચ્ચે બોલી બઘડાટી બોલી હતી. ભાજપમાં જૂથવાદ સામે આવ્યો છે. ભાજપના કાર્યકર્તાઓ આમને-સામને આવ્યાં. સાંસદ નારણ કાછડીયા અને ધારાસભ્ય કૌશિક વેકરીયાના સમર્થકો વચ્ચે બઘડાટી બોલી હતી. જેમા ઉમેદવાર બદલવાની માંગ કે અન્ય આર્થિક કારણ અંગે માથાકૂટ થઈ હોવાની માહિતીઓ મળી હતી. અમરેલી ક્લસ્ટર પ્રભારી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને રજૂઆત કરનાર હિરેન વીરડિયા અને તેના મિત્ર પર થયો હુમલો થયો હતો. હાલ બન્ને વ્યક્તિઓને અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા છે. આ ધટના પગલે ભાજપના કાર્યકર્તાઓના ટોળેટોળાં હોસ્પિટલમાં એકઠા થયા હતાં. તેમજ પોલીસનો કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. ત્યારબાદ ભાજપના બન્ને જૂથ વચ્ચે સમાધાનના પ્રયાસો કરવામા આવ્યા હોવાનુ જાણવા મળયુ હતું.