‘આજે તો મારી જ નાખવો છે’ કહી છરીના ઘા ઝીંકી ઢીકાપાટુ માર્યા
યુનિવર્સિટી પોલીસે ત્રિપુટી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટની વિષ્ણુવિહાર સોસાયટી પાસે મોડી રાત્રે પૈસાની ઉઘરાણીમાં પોલીસ પુત્રો વચ્ચે ડખ્ખો થતાં છરીઓ ઉડી હતી કોલેજીયન યુવક પર છરીથી હુમલો થતાં ગંભીર હાલતમાં યુવાનને સારવાર અર્થે ખસેડાયો હતો બનાવ અંગે યુની. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રાજકોટ શહેર પોલીસ હેડ ક્વાર્ટરમાં એએસઆઈ બિલ્ડીંગમાં રહેતાં જન્મજયસિંહ જયપાલસિંહ ઝાલાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં અયાન આરીફ લંજા, યશુ પ્રવિણ દવેરા અને શાહરૂખ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બી.કોમ.માં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે ગત સાંજે તે તેના મિત્ર હર્ષિતસિંહ ચુડાસમા સાથે બાઇકમાં ઘરેથી વિષ્ણુવિહાર સોસાયટી સામે આવેલ સેવક પાન-ફાકીની દુકાને બેસવા ગયેલ હતા ત્યારે ઓળખીતા મિત્રો અયાન લંજા, પ્રવીણ દવેરા અને શાહરૂખ ત્યાં ધસી આવ્યા હતાં
પંદર દિવસ પહેલા અયાનને 1.15 લાખ આપ્યા હતા જેમાંથી રૂ.40 હજાર પરત આપી દિધેલ અને 75 હજાર લેવાના બાકી હોય જેથી તેને પૈસા આપી દેવાનું કહેતાં તે ઉશ્કેરાઇ જઈ ગાળો દીધી હતી અને યશ દવેરાએ ઢિકાપાટુનો માર માર્યો હતો દરમિયાન અયાને છરીના ઘા ઝીંકી દીધા હતા, આજ તો તને જાનથી મારી નાખવો છે કહી ધમકી આપી હતી તેમજ શાહરૂખએ પણ ગાળો આપી ઢિકાપાટુનો માર માર્યો હતો લોકોએ બચાવ્યો હતો અને ત્રણેય શખ્સો નાસી છૂટ્યા હતાં. બાદમાં લોહીલુહાણ હાલતમાં ઈજાગ્રસ્તને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો ફરિયાદી યુવકના પિતા શહેર પોલીસમાં ડોગ સ્ક્વોડ વિભાગમાં ફરજ બજાવે છે તેમજ આરોપી આયાનના પિતા આરીફભાઈ લંજા હેડ ક્વાર્ટરમાં હેડ કોન્સ્ટેબલ અને યશુના પિતા પ્રવીણભાઈ દવેરા પણ હેડ ક્વાર્ટરમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતાં હોવાનું સામે
આવ્યું છે.