બે વ્યકિતની પીએફઆઈ કનેકશન ખૂલ્યાની વિગતો: રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ, સુરત, અમદાવાદ, ખેડા, વડોદરા સહિત 13 જિલ્લામાં અનેક સ્થળે અલગ-અલગ ટીમોના સર્ચ ઓપરેશનમાં 90થી વધુની અટકાયતની મળતી વિગતો
ગુજરાતમાં આર્થિક કૌભાંડકારો પર જીએસટી-એટીએસની અલગ-અલગ ટીમોએ 13 જિલ્લાના શહેરોમાં 100થી વધુ સ્થળે એકસાથે દરોડા અને સર્ચ ઓપરેશન હાથ ધર્યા છે. આ ગુ ઓપરેશન દરમિયાન બિલિંગ કૌભાંડ સાથે ટેરર ફન્ડિંગ કામ કરતી પીએફઆઈનું પણ કનેકશન ખૂલ્યાનું જાણવા મળે છે. પ્રાથમિક માહિતી મુજબ 250 કરોડથી વધુના આર્થિક કૌભાંડમાં 90થી વધુ ઈસમોને અટકાયતમાં લેવામાં આવ્યા હોવાની વિગતો સાંપડી રહી છે.
- Advertisement -
ગુજરાત રાયની જીએસટી-એન્ટિ ટેરેરિસ્ટ સ્કવોડ (એટીએસ) દ્રારા મોટાપાયે હાથ ધરાયેલા સર્ચ ઓપરેશન દરોડાથી ભારે ખળભળાટ મચી ગયો છે. દેશને આર્થિક નુકસાન કરનારાઓ સામે આ તપાસ હોવાનું જાણવા મળે છે. જીએસટી-સીએસટીના બોગસ બિલિંગ કૌભાંડો આચરતી એજન્સીઓ કે આવી ઉભી થયેલી પેઢીઓ સામે મોટાપાયે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રા વિગતો મુજબ આ તપાસ દરમિયાન અલગ-અલગ સ્થળેથી મળતી વિગતો મુજબ એટીએસની એલગ-અલગ ટીમોએ રાજકોટ, ભાવનગર, જામનગર, અમદાવાદ, સુરત, ગોધરા, જૂનાગઢ, કચ્છ, ભરૂચ સહિતના મળી 100થી વધુ સ્થળે એકસાથે દરોડા કે સર્ચ હાથ ધર્યું છે.
આ સર્ચ ઓપરેશન દરમિયાન પ્રારંભિક તબકકે જ 250 કરોડથી વધુના બોગસ બિલિંગ કૌભાંડ બહાર આવે તેવી સંભાવનાઓ દર્શાવાઈ રહી છે. આ સાથે એટીએસને જેહાદી પ્રવૃત્તિ કે દેશવિરોધી કૃત્યો માટે ફન્ડિંગ તેમજ આવા ઈસમો સાથે કાર્ય કરતી પીએફઆઈ સાથે બે વ્યકિતની ગહેરી હિલચાલ કે સંપર્કેા હોવાનું પણ ખૂલ્યું હતું અને સહેજાદ, સાજીદ અજમલ શેખ નામના આ બે વ્યકિતને પણ ઉઠાવી લેવાયા છે. આ ઉપરાંત અલગ-અલગ સ્થળેથી 65થી વધુ શખસોને સકંજામાં લેવાયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જો કે, હાલના તબકકે એટીએસ દ્રારા આવી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરાઈ નથી જેથી આ ગુ ઓપરેશનમાં સત્ય શું છે તે સત્તાવાર રીતે જાહેર થયા બાદ જ બહાર આવશે. કેટલાક સ્થળોએ સ્થાનિક પોલીસનો સાથ લેવાયો છે યારે કયાંક સાવ ગુતાભર્યા ઓપરેશન ચાલી રહ્યાનું જાણવા મળી રહ્યું છે. જો કે હજુ આવું કઈં સત્તાવાર બહાર નથી આવ્યું.